Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ, દરેક વિભાગોને એક્શન પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ

અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ, દરેક વિભાગોને એક્શન પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ
, બુધવાર, 9 જૂન 2021 (12:00 IST)
આગામી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો સામે પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી.
 
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને એકશન પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ કરી હતી. કલેક્ટરએ જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને કહ્યું કે, કુદરતી આફતમાં કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. આમ, તેમણે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને ઝીરો કેઝ્યૂઅલ્ટી અભિગમથી કામ કરવાનો અનુરોધ કર્યો હતો.
 
જિલ્લા કલેક્ટરએ વિવિધ વિભાગોની ચોમાસા પૂર્વેની તૈયારીની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સંભવિત જોખમવાળા અને નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી IEC (Information,Education,Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશાનિર્દેશ આપ્યા હતા. તેમણે નેશનલ હાઈ વે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઈનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું.
 
જિલ્લા કલેક્ટરએ આફતના સમયે કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમ જ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ કર્યું હતું. કલેક્ટરએ કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીના સંદર્ભે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. તેમણે પશુપાલન વિભાગના અધિકારીને ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની વ્યવસ્થા વિશે પણ સૂચનો કર્યું હતું.
 
જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ ‘ટીમ અમદાવાદ’ને તાઉ તે વાવાઝોડામાં સુંદર કામગીરી કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા તેમ જ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aadhaar Card ને ડાઉનલોડ અને રીપ્રિંટ કરાવવા માટે આવી ગયો નવું APP ઘરે બેસીને થઈ જશે 35 જરૂરી કામ