Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કહ દો હમ હાર નહી માનેંગે ગીત જેટલી વાર શેર થશે એટલી વાર આ બેંક કરશે 500 રૂપિયાનું દાન

કહ દો હમ હાર નહી માનેંગે ગીત જેટલી વાર શેર થશે એટલી વાર આ બેંક કરશે 500 રૂપિયાનું દાન
, શનિવાર, 2 મે 2020 (15:00 IST)
એચડીએફસી બેંકએ આજે #HumHaarNahiMaanenge (અમે હારી નહીં સ્વીકારીએ) નામનું આશાના કિરણ સમું એક સહયોગ ગીત જાહેર કર્યું છે. આ ગીત કોવિડ-19 રોગચાળા સામે ભેગા મળી લડત આપી રહેલા ભારત અને લાખો ભારતવાસીઓની અદમ્ય ભાવનાને એક શ્રદ્ધાંજલિ છે.
 
ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન દ્વારા આ ગીતને રચવામાં આવ્યું છે તથા ખ્યાતનામ ગીતકાર અને કવિ પ્રસૂન જોશી દ્વારા તેને લખવામાં આવ્યું છે. આ ટ્રેક માટે સમગ્ર ભારતના સંગીતકારો એકઠાં થયાં હતાં. આવા કલાકારોમાં ક્લિન્ટન સેરેજો, મોહિત ચૌહાણ, હર્ષદીપ કૌર, મિકા સિંહ, જોનિતા ગાંધી, નીતિ મોહન, જાવેદ અલી, સિદ શ્રીરામ, શ્રૃતિ હસન, શાશા તિરુપતિ, ખતિજા રહેમાન અને અભય જોધપુરકરનો સમાવેશ થાય છે. ભારતના પ્રમુખ તાલવાદક શિવામણી, સિતારવાદક અસદ ખાન અને બાઝની નિષ્ણાત મોહિની ડે પણ આ સન્માનિત પ્રોજેક્ટનો હિસ્સો હતા.
 
આ ગીતની કલ્પના આશા, હકારાત્મકતા અને પ્રેરણાના ભેરીનાદ તરીકે કરવામાં આવી છે. આ અત્યંત પ્રભાવશાળી અને ભાવવહી ટ્રેક લોકોને યાદ અપાવે છે કે, આપણે આ કપરા સમયમાં એકસાથે છીએ અને આપણે એકસાથે જ આ સંકટમાંથી ઉગરી જઇશું. આ ગીત આ પડકારજનક પરિસ્થિતિમાં જાજ્વલ્યમાન થઈ રહેલી દયા, આશા, સહાય, હિંમત અને કાળજી જેવી અનેક સંવેદનાઓને ઉપસાવે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં 651 દર્દીઓ, 25 લોકોનાં મોત,2201 ક્વોરન્ટીન હેઠળ