એનસીપી નેતા અને પૂર્વ ઉડ્ડ્યન મંત્રી પ્રફુલ્લ પટેલની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પ્રવર્તન નિદેશાલયે તેમને દીપક તલવાર મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીએ 7 જૂનના રોજ તેમની પૂછપરછ કરી શકે ક હ્હે. આરોપ છે કે યૂપીએ સરકાર દરમિયાન જ્યારે પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા ત્યારે દીપક તલવારને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો હતો.
એક રિપોર્ટ મુજબ પટેલ પર આરોપ છે કે તેઓ કૌભાંડના મુખ્ય આરોપી દિપક તલવાર અને તેમના પુત્ર આદિત્યના નિકટથી સંપર્કમાં હતા. ઈડી પાસે દીપક તલવાર અને પટેલ વચ્ચે ઈમેલ દ્વારા થયેલ વાતચીતના પુરાવા પણ છે. દીપક તલવારે ઉડ્ડયન મંત્રાલયમાં પોતાના સંપર્કનો ઉપયોગ કરી વિદેશ એયરલાઈન કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો. બદલામાં તેમને મોટી રકમ મળી હતી. તેમના પર મની લોંડ્રિંગનો પણ આરોપ છે.