Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારથી પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

Webdunia
શનિવાર, 8 ઑક્ટોબર 2022 (15:19 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી મોઢેરા ખાતે સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત બેચરાજીના દેલવાડા ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીના ત્રણ દિવસના કાર્યક્રમની વિગત જાણીએ. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક સ્થળોએ જાહેર સભા પણ સંબોધશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.


મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
 
9 ઓક્ટોબર 2022
રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
અમદાવાદ એરપોર્ટથી જ મોઢેરા જવા રવાના થશે.
સાંજે 5 કલાકે બેચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધન કરશે
સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. માતાની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે.
સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે.
રાત્રે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે.
અમદાવાદ એરપોર્ટથી રાજભવન પહોંચશે પીએમ.
રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
 
10 ઓક્ટોબર, 2022
સવારે 9 કલાકે સચિવાલય હેલીપેડથી આમોદ જવા રવાના થશે.
10 કલાકે આમોદ પાસે જનસભાને સંબોધન કરશે.
આમોદથી આણંદ પહોંચશે.
બપોરે 12 કલાકે શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
આણંદથી પીએમ મોદી અડાલજ પહોંચશે.
અડાલજમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે.
બાદમાં અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે.
સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધન કરશે પીએમ.
જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.
 
11 ઓક્ટોબર, 2022
સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે.
જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે.
બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ.
બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે.
સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

આગળનો લેખ
Show comments