Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

100માં જન્મ દિવસે માતા હીરાબા ને મળવા જશે PM મોદી, વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન

heeraba birthday
, બુધવાર, 15 જૂન 2022 (15:45 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જૂને 100 વર્ષના થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના 100માં જન્મ દિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવશે.

વડાપ્રધાન 18 જૂને ગુજરાતના પાવાગઢ ખાતે મા કાલી મંદિરનું જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે.વડોદરામાં પણ સભાને સંબોધન કરવાના છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગ્યે માતા હિરા બાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે આશિર્વાદ લઈ માતાના ખબર અંતર પૂછ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 8 વર્ષ પૂરાં કર્યા હતા. આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ સિમલા ગયા હતા, જ્યાં એક રોડ શોમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે એક યુવતીના હાથમાં પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગ જોયું. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ પેઇન્ટિંગ જોવા પોતાનો કાફલો અટકાવ્યો અને યુવતી પાસે પહોંચી ગયા. PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો

PM મોદીએ યુવતીને મળ્યા અને તેના દ્વારા બનાવાયેલા માતા હીરાબાના પેઇન્ટિંગને નિહાળ્યું તેમજ એનો ભેટ તરીકે સ્વીકાર પણ કર્યો. આ દરમિયાન તેમણે યુવતી સાથે વાતચીત કરીને પૂછ્યું કે આ પેઇન્ટિંગ તમે જાતે બનાવ્યું છે. યુવતીએ કહ્યું- હા, મેં બનાવ્યું છે. PM મોદીએ તેને વધુમાં પૂછ્યું કે આ પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય લાગ્યો, યુવતીએ જવાબ આપ્યો, એક જ દિવસમાં આ તૈયાર કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોમોઝ ખાવાથી એક માણસનુ મોત, એમ્સના એક્સપર્ટસની ચેતવણી ખૂબ ચાવો અને સાવધાનીથી ગળવુ