Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટમાં એક રૂમ રસોડાના ફ્લેટધારકને PGVCL કંપનીએ 10.41 લાખનું બિલ ફટકાર્યું

રાજકોટમાં એક રૂમ રસોડાના ફ્લેટધારકને PGVCL કંપનીએ 10.41 લાખનું બિલ ફટકાર્યું
, સોમવાર, 7 માર્ચ 2022 (09:58 IST)
પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ તાજેતરમાં જ ગેરરીતિ આચરી કૌભાંડો કરતા અને મીટર રીડિંગ પેન્ડિંગ રાખી દેતા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે અને હવે વીજકંપનીના જ માણસો મીટર રીડિંગ કરી રહ્યા છે પરંતુ તાજેતરમાં જ પીજીવીસીએલના કર્મચારીએ પણ બિલિંગમાં ભગો કરતા શહેરના રેસકોર્સ પાર્કમાં 1 બીએચકેના ફ્લેટમાં રહેતા વીજગ્રાહકને 10.41 લાખનું વીજબિલ ફટકારી દેતા વીજગ્રાહક સહિત સૌ અચરજ પામ્યા હતા.શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા રેસકોર્સ પાર્ક ફ્લેટ નં. 68/201ના વીજગ્રાહક વાડોદરિયા જયંત રસિકલાલને ઘેર તારીખ 5 માર્ચને શનિવારે પીજીવીસીએલના જ કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીનું વીજબિલ આપ્યું હતું. ગ્રાહકે જ્યારે બિલની રકમ જોઈ ત્યારે તેઓ અચરજ પામ્યા હતા કારણ કે, સામાન્ય રીતે દર બે મહિને બે હજાર જેટલું બિલ આવતું હતું પરંતુ આ વખતે 10,41,368નું બિલ અપાયું હતું. આ ઉપરાંત બિલમાં પણ 15 માર્ચ સુધીમાં આ બિલ ભરપાઈ કરી દેવાની સૂચના પણ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Diesel Price- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે રાહતની છેલ્લી રાત! સૌથી સસ્તું તેલ રૂ. 77 પ્રતિ લિટર, આજે ટેંક ફુલ કરાવી લો...