Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનમાં તોડેલુ મંદિર રીપેર કર્યા પછી હિન્દુઓને સોંપાયુ, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ

પાકિસ્તાનમાં તોડેલુ મંદિર રીપેર કર્યા પછી હિન્દુઓને સોંપાયુ, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ
મુલ્તાન. , મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (12:18 IST)
પાકિસ્તાન(Pakistan)ના પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak Mandir)નું રિપેરિંગ કરવામાં આવ્યું છે. સોમવારે મંદિર હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું. એક સરકારી અધિકારીએ આ માહિતી આપી. જિલ્લા પ્રશાસક ખુર્રમ શહજાદે કહ્યું કે સ્થાનિક હિન્દુઓ ટૂંક સમયમાં જ મંદિરમાં પૂજા ફરી શરૂ કરશે.
 
લાહોરથી 590 કિલોમીટર દૂર 4 ઓગસ્ટના રોજ રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ વિસ્તારમાં 4 ઓગસ્ટે એક ટોળાએ ગણેશ મંદિર પર હુમલો કર્યો હતો. સ્થાનિક મદરસામાં આઠ વર્ષના હિન્દુ બાળકની ધરપકડ બાદ તેને કોર્ટ દ્વારા મુક્ત કરવાના વિરોધમાં ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો.
 
તોડફોડ મામલામાં 50 લોકોની ધરપકડ, 150 સામે ગુનો નોંધાયો

 
પાકિસ્તાનની કાયદા લાગૂ કરનારી  એજન્સીઓએ પંજાબ પ્રાંતના સૂંદરવર્તી શહેરમાં હિન્દુ મંદિર પર હુમલો કરવા બદલ 50 થી વધુ લોકોની ધરપકડ કરી છે અને 150 થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંદિરની સુરક્ષામાં નિષ્ફળતા બદલ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coal India Recruitment 2021 : કોલ ઈંડિયામાં 588 ટ્રેની ઑફીસએઅની વેકેંસી 9 સેપ્ટેમ્બર સુધી કરવુ આવેદન