Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેટલું આવ્યું પરિણામ, ક્યાંથી જોઇ શકાશે

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેટલું આવ્યું પરિણામ, ક્યાંથી જોઇ શકાશે
, સોમવાર, 23 ઑગસ્ટ 2021 (09:18 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં લેવાયેલી રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 
 
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈમાં લેવાયેલી સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ-2021માં લેવાયેલી પરીક્ષાનું સમગ્ર પરીક્ષાનું પરિણામ 27.83 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઈ શકશે. 
 
કુલ 1,30,388 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા, જેમાંથી 1,14,193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 31,785 વિદ્યાર્થીઓ એટલે કે 27.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ્યારે 35.45 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે જ્યારે વ્યવસાયલક્ષી પ્રવાહમાં 42.16 ટકા વિદ્યાર્થીઓ, જ્યારે 50 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. ઉ.ઉ.બુ.પ્રવાહમાં 35.98 ટકા વિદ્યાર્થીઓ જ્યારે 43.96 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. ડિફ્રન્ટલી એબ્લડ 113 ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કાળ વચ્ચે ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાણીપુરીના પાણીમાં પેશાબ ભેળાવતો હતો, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેને પકડ્યો