મોદી સરકારે આ માટે ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે. ઓપરેશન ગંગાના હેઠળ ભારતીય નાગરિકોને કાઢવાનુ કામ વધુ ઝડપથી થશે. આ માટે પ્રધાનમંત્રી મોદીએ ભારતીય વાયુ સેનને પણ આ ઓપરેશન સાથે જોડાવવા માટે કહ્યુ છે. વાયુ સેનાના હવાઈ જહાજોને જોડવાથી ભારતીયોને પરત ફરવાની પ્રક્રિયા ગતિ પકડશે અને તેમની સંખ્યામાં પણ વૃદ્ધિ થશે.
યુક્રેન પર તીવ્ર થઈ રહેલા રશિયન હુમલામાં વચ્ચે ભારત 'ઑપરેશન ગંગા' અંતર્ગત પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવમાં જોતરાયું છે. આ વચ્ચે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને બચાવ અભિયાનમાં સામેલ થવા માટે કહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય વાયુસેના આ અભિયાનમાં જોડાતાં વધારે લોકોને ઓછા સમયમાં ભારત લાવી શકાશે. આ ઉપરાંત માનવીય સહાયતા પહોંચાડવામાં પણ સરળતા રહેશે.
એએનઆઈ અનુસાર ભારતીય વાયુસેના આજથી પોતાનીપોતાના સી-17 વિમાનોને ઑપરેશન ગંગામાં સામેલ કરી શકે છે.
બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે સ્પાઇસજેટ આજે સ્લોવેકિયાના કોસાઇઝમાં પોતાનું વિશેષ વિમાન મોકલશે.
કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજુ પણ બચાવકાર્યની દેખરેખ માટે ભારત સરકારના વિશેષ દૂત બનીને કોસાઇસ પહોંચ્યા છે.