Webdunia - Bharat's app for daily news and videos

Install App

RTE પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Webdunia
ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (15:26 IST)
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ  સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.
 
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં RTE હેઠળ પ્રવેશ માટે તા.૦૭/૦૮/૨૦૨૦ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પૂરાવા અરજદારો એકઠા કરી શકે તે માટે તા.૦૭/૦૮/૨૦૨૦ થી તા.૧૮/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૧ દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. ૧૯/૦૮/૨૦૨૦ થી તા. ૨૯/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૦ દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ, જરૂરી ડોક્યુમેન્ટી એકત્ર કરી ફોર્મ ભરવા માટે એકંદરે કુલ ૨૩ દિવસ જેટલો સમય વાલીઓને આપવામાં આવ્યો છે. 
 
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ http://rte.orpgujarat.com ઉપર વાલીઓ દ્વારા કુલ ૨,૦૪,૪૨૦ જેટલી અરજીઓ સબમીટ થઇ છે. જે પૈકી, આજની તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએથી ૧,૧૯,૬૯૭ અરજીઓ એપ્રુવ અને ૨૪,૦૪૫ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તે ઉપરાંત ૪૧,૭૮૮ અરજીઓ વાલીઓ દ્વારા કેન્સ લ કરવામાં આવી છે. જ્યારે ૧૮,૮૯૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. અરજીઓની ચકાસણીની કામગીરી તા.૦૭/૦૯/૨૦૨૦ સુધી કરવામાં આવનાર છે અને RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડા તા.૧૧/૦૯/૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments