Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં બાળકોની સિક્યોરિટી ભગવાન ભરોસે ! એક દિવસની બાળકીનુ અપહરણ

અમદાવાદમાં બાળકોની સિક્યોરિટી
, ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (14:21 IST)
ગુજરાતમાં બાળકોના અપહરણની ઘટનાઓ દિવસો દિવસ વધતી જઈ રહી છે. કેટલાક એવા માતા પિતા છે જેમણે પોતાના બાળકોના અપહરણ થવાના વર્ષો સુધી પણ તેમની ભાળ મળી શકી નથી. તાજા જન્મેલા બાળકોના વેચાણનુ રેકેટ પણ કેટલીયવાર સામે આવ્યુ છે. આવી જે એક ઘટના અમદાવાદના જાણીતા સોલા હોસ્પિટલમાં બની છે. જ્યાથી માત્ર એક દિવસની બાળકી ગુમ થઈ છે. 
અમદાવાદમાં બાળકોની સિક્યોરિટી
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલ વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરાયું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે પણ માસુમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યાં છે. હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સરસ્વતિ રાજેન્દ્ર પાસી મુળ અમેઠીના વતનીએ પોલીસને જાણ કરી હતી કે તેમણે 31 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી. હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતિ સામે સવાલો ઉભા થયાં છે. હાલમાં પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. તે ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરુ કરી છે.
 
એક દિવસની બાળકી કેવી રીતે ગુમ થઈ? શુ સ્ટાફનો જ કોઈ વ્યક્તિ સામેલ છે ? કે પછી હોસ્પિટલમાં એટલી બેદરકારી છે કે કોઈ બહારનો વ્યક્તિ મહેમાન બનીને આવ્યો અને બાળકીને ઉઠાવીને લઈ ગયો તેની કોઈને ગંધ પણ ન આવી ? આ બધા પ્રશ્નો હાલ લોકોના મોઢે છે. એ પહેલા હોસ્પિટલનો સ્ટાફ અને પોલીસ બાળકીને શોધવામાં કામે લાગ્યા છે.  બાળકોની તસ્કરી કરનારી ટોળકીઓની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. 
 
અમદાવાદમાં બાળકોની સિક્યોરિટી
સોલા સિવિલ હોસ્પિટલમાંથી સરસ્વતી પાસી નામની માતાની એક દિવસની બાળકીનું અપહરણ થયું છે.  સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડમાંથી બાળકીનું અપહરણ થયું છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ : ૧૨ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ, માંગરોળમાં ૭ ઈંચ અને ખંભાળિયામાં ૬ ઈંચથી વધુ વરસાદ