ઈ.સ ૧૯૧૫થી ૧૯૩૦ દરમિયાન ગાંધીજી અમદાવાદમાં જ્યાં રહ્યા અને ગયા તે તમામ જગ્યાઓને આવરી અઢી વર્ષની મહેનતે હિન્દી ભાષામાં દસ્તાવેજી ફિલ્મ તૈયાર થઈ અમદવાદના સ્થાપનાના ૬૦૭મા દિવસે સાબરમતી કે સંત દસ્તાવેજી ફિલ્મ અને ગાંધીજી અમદાવાદને આંગણે ગ્રંથનો લોકાર્પણ થશે .મહાત્મા ગાંધીજીએ અમદાવામાં આશ્રમ સ્થાપીને અને દાંડીકૂચ દ્વારા આ શહેરને વિશ્વપ્રસિધ્ધ કરી દીધુ છે. અમદાવાદમાં ગાંધીજી વિશે બહુ લખાયુ પણ અત્યાર સુધી કોઈ સંશોધન સહિત દસ્તાવેજી ફિલ્મ બની ન હતી પરંતુ હવે અમદાવાદમાં ગાંધીજી આવ્યા અને રહ્યા તેના વિશે કોઈ મજબુત પુરાવા સહિતની દસ્તાવેજી ફિલ્મ બની છે.
ફિલ્મ વિશે વાત કરતા અમદાવાદ ફાઉન્ડેશનના સ્થાપક ડો.માણેક પટેલ કહે છે કે અઢી વર્ષ પહેલા મને વિચાર આવ્યો અને મે ગૂજરાત વિદ્યાપીઠને મારો વિચાર રજૂ કરતા વિદ્યાપીઠે ગ્રીન સિગ્નલ આપી અને સતત સંશોધન, ગાંધીજીની દિનવારીમાંથી તારીખો અને તારીખ પ્રમાણે દર્શાવેલી જગ્યાઓ પર જઈને મજબુત રેકર્ડ તૈયાર કરી સક્રિપ્ટ લખી દસ્તાવેજી ફિલ્મ નિર્માણ કરવાનું શરુ કર્યું. આગળ જતા થોડીક પ્રોફેશનલ ફિલ્મ બને તે હેતુથી એક એક્સપર્ટને સાથે લઈ સુંદર દસ્તાવેજી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તૈયાર કરી છે. જે આજે આર્ષમાં આશ્રમને ૧૦૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો પણ એક ભાગ છે. આ ફિલ્મમાં એન્કરિંગ તુષાર ગાંધીએ કર્યું છે જ્યારે કોમેન્ટ્રી અભિનેતા ઓમપુરીએ આપી છે. એટલુ જ કોન્સેપ્ટ, રિસર્ચ અને લેખન ડો. માણેક પટેલ, સ્ક્રીન પ્લે અને નિર્દેશન એક પત્રકારે કર્યું છે. આ પ્રોજેક્ટ માટે ઓમપુરીને ગાંધીજીની દસ્તાવેજી ફિલ્મ માટે અવાજ આપવાનું કહ્યું તો તેઓએ નિખાલસ પણે સ્વીકાર્યું અને એક પણ રૃપિયો લીધા વગર આખો પ્રોજેક્ટ પુરો કર્યો અને ત્યાર એક અઠવાડીયા પછી તેઓનું અવસાન થયેલુ. ૧૯૧૫માં ગાંધીજી અમદાવાદમાં આવ્યા અને પાલડી ખાતે આશ્રમ સ્થાપ્યો ત્યારથી લઈ અંબાલાલ સારાભાઈએ કરેલી પૈસાની સહાય, સાબરમતી આશ્રમની સ્થાપના અને કાર્ય, નવજીવનની વાતો, મીલ હડતાલ અને મજુર મહાસંઘની સ્થાપના તેમજ દાંડી કુચનો છેલ્લો દિવસ વગેરે. અત્યાર સુધી ગાંધીજી અમદાવાદમાં વિષય પર ડિટેલમાં કોઈ દસ્તાવેજી ફિલ્મ બની ન હતી