ગુજરાત સરકારે રાજ્યોના ચાર મહાનગરો (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ)માં ચાલી રહેલા નાઇટ કરર્ફ્યુંને ફેબ્રુઆરીના અંત સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે નાઇટ કરર્ફ્યુંના સમયે (રાત્રે 11:00 થી સવારે 6.00)માં એક કલાકની રાહત આપવામાં આવી છે. આજથી નાઇટ કરર્ફ્યું રાત્રે 12.00 થી સવારે 6.00 વાગ્યા સુધી રહેશે.
ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે રાજ્યના ૪ મહાનગરોમાં તા. ર૮ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
પંકજકુમારે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ તકેદારી રૂપે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાનગરોમાં મંગળવાર તા.૧૬ ફેબ્રુઆરીથી તા.ર૮ ફેબ્રુઆરી સુધી આ રાત્રિ કરફયુ વ્યવસ્થા અંતર્ગત રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી કરફયુ અમલી રહેશે.