Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોમેડી સુપરસ્ટાર રસલ પીટર્સ અમદાવાદ ખાતે ખાતે પરફોર્મ કરશે

કોમેડી સુપરસ્ટાર રસલ પીટર્સ અમદાવાદ ખાતે ખાતે પરફોર્મ કરશે
અમદાવાદ: , મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (22:02 IST)
લાગે છે કે મધર શિપ પોતાના પ્રિય એવા ઓલ બોય ‘રસલ’થી વધુ સમય સુધી દૂર રહી શકે નહી કે પોતાના ‘દેશી’ ચાહકોને આનંદ કરાવવાથી વધુ લાંબો સમય રહી શકે નહી. કોમેડી સુપરસ્ટાર રસલ પીટર્સ પોતાની ભારે સફળ ‘ડિપોર્ટેડ વર્લ્ડ ટૂર’ની પરતગીના ભાગરૂપે ઓક્ટોબરમાં પરફોર્મ કરવા માટે ભારત આવી રહ્યા છે.
webdunia
આ પ્રસંગ ઘણા અર્થમાં ઓચિંતો છે કેમ કે પીટર્સ જૂન 2019માં જ અહીં હતા અને ઝી લાઇવ સુપરમુનની પ્રથમ આવૃત્તિના સેલઆઉટ શોમાં દર્શકોને ભારે રમૂજ કરાવી હતી. બેંગલોર, દિલ્હી અને મુંબઇ એમ ત્રણ સ્થળે યોજાયેલી ઇવેન્ટમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી, અને આ પરિબળો ફરી પાછા એકઠા થયા છે પરંતુ તે તદ્દન નવા શહેરોમાં યોજાશે.
 
તાજેતરમાં જ રોલીંગ સ્ટોન દ્વારા યોજાયેલા ’50 બેસ્ટ કોમિક્સ ઓફ ઓલ ટાઇમ’ના એમ્મી®, જેમિની® અને પીબોડી® એક શોની તાજેતરમાં જ જાહેરાત થઇ છે જે એવોર્ડ વિનીંગ ઇન્ડો-કેનેડીયન સુપરસ્ટાર તેની ‘ડિપોર્ટેડ વર્લ્ડ ટુર’ના છેલ્લા ચરણમાં હોય તેમ લાગે છે. આ સુપરમુનના બીજા તબક્કામાં તેઓ પૂણે ખાતે 1 ઓક્ટોબર 2019, અમદાવાદ ખાતે 4 ઓક્ટોબર 2019 અને 6 ઓક્ટોબર 2019ના રોજ હૈદરાબાદ ખાતે પરફોર્મ કરશે.
 
ભારત માટે 2019ને બેવડી ખુશી બનાવવા બદલ પોતાની ખુશી વ્યક્ત કરતા પીટર્સે જણાવ્યું હતું કે, "ચાલુ વર્ષના ભારતમાં અમારુ પ્રથમ ચરણ ‘સોલ્ડ આઉટ’ રહ્યું હતું પરંતુ મળેલા અભૂતપુર્વ પ્રતિભાવને કારણે મને એવું સમજાયુ હતું કે ઘણા લોકો તે ફરી માણવા માગે છે. મને હંમેશા ભારતમાં પરફોર્મ કરવાનું ગમ્યુ છે – અહીંના લોકો ભરપૂર ઉત્સાહ અને જોમવાળા છે અને આ સમયે મે જ્યાં પરફોર્મ નથી કર્યું તેવા શહેરોના હશે." 
 
‘ડિપોર્ટેડ વર્લ્ડ ટૂર’ની શરૂઆત ફેબ્રુઆરી 2018માં પર્થ, ઓસ્ટ્રેલિયા ખાતેથી થઇ હતી અને 20 દેશોના 40 શહેરોમાં 300,000થી વધુ ચાહકો જોવા મળ્યા હતા. 2009થી અમેરિકામાં હાયેસ્ટ અર્નીંગ કોમિક્સ તરીકે ફોર્બસ પર ટોચના દશ તરીકે લિસ્ટેડ પીટર્સે વિશ્વમાં સૌથી મોટા કોમિક્સ બનવા પોતાની કારકીર્દીના 29 વર્ષો ખર્ચી નાખ્યા છે. યુટ્યૂબ અને પોતાના વૈશ્વિક અનુસરણને કારણે પીટર્સ મેડીસન સ્ક્વેર ગાર્ડનથી સિડની ઓપેરા હાઉસ સુધી સોલ્ડઆઉટ રંગભૂમિ ધરાવે છે. 
 
આ સિવાય પીટર્સે લશ્કરી ટુકડી માટે અફઘાનિસ્તાન, ઇરાન અને યુએસએસ આઇસેનહોવર અને એચએમસીએલ વિન્નીપેગમાં પણ પરર્ફોર્મ કર્યું છે અને જય લેનો, લોપેઝ ટુનાઇટ, જિમ્મી કીમ્મેલ લાઇવ સાથે ધી ટુનાઇટ શોમાં, તેમજ ક્રેગ ફર્ગ્યુસન સાથે અને એચબીઓ, સીએનએન, એમટીવી, બીબીસી, શોટાઇમ અને કોમેડી સેન્ટ્રલમાં ધી લેઇટ લેઇટ શોમાં પણ દેખા દીધી છે. પીટર્સના 2010ના સંસ્મરણ કોલ મિ રસલ ગ્લોબ અને મેઇલ કેનેડામાં નંબર વન બેસ્ટસેલર રહ્યા હતા. 
 
ઝી લાઇવના સીઓઓ સ્વરૂપ બેનર્જીએ જણાવ્યું હતું કે: “સુપરમુન એ કોમિક અને મ્યુઝિક પ્રતિભાનું સૌપ્રથમ આઇપી છે. આ પાછળનો હેતુ આ શૈલીમાં ‘જીવન કરતા વધુ’ કૃત્યોને પ્રોત્સાહન આપવાનો છે. ‘ડિપોર્ટેડ વર્લ્ડ ટૂર’ની પ્રથમ આવૃત્તિએ અમને બંગલોર, દિલ્હી અને મુંબઇમાં 4 સોલ્ડઆઉટ રંગભૂમિ આપી હતી જેમાં કરોડો લોકો અમારી સામાજિક સૃષ્ટિ સાથે જોડાયા હતા. રસલ વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે અને દરેક લોકો, દરેકના ઘરમાં ઘરોબો ધરાવે છે અને હું એમ પણ કહીશ કે 20,000 પ્રેક્ષકો સાથેની ઉર્જા અમારી સાથે જોડાયેલ બ્રાન્ડ સાથે સંપૂર્ણપણે અસાધારણ રહી હતી જેના કારણે અમને નિર્ણય લેવાનું સરળ બન્યુ હતું. 
 
અમે 3 માર્કેટમાં બીજી આવૃત્તિ માટે રસલનો સંપર્ક કર્યો હતો અને તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પૂણે, અમદાવાદ અને હૈદરાબાદ સુપરમુનનો અનુભવ કરશે. રસલ પીટર્સે પાછલા વર્ષના ઓક્ટોબરના પ્રારંભમાં ડિપોર્ટેડ વર્લ્ડ ટૂરનું આયોજન કર્યું હતું અને એક ઓર્ગેનાઇઝેશન તરીકે અમારા પ્રેક્ષકો તેમાં જોડાશે તેની મને અનહદ ખુશી છે. સુપરમુન બ્રાન્ડ હેઠળ અમે ખરા અર્થમાં જીવન કરતા મોટા કૃત્યો આગામી સિઝનમાં ડિલીવર કરવાનું સતત રાખીશું. આ કાર્ય કરવા માટે હું રસલ અને ક્લેટોનનો આભારી છું, અમે ઓરાન્જ્યુસ એન્ટરટેઇનમેન્ટને સાચા ભાગીદાર તરીકે શોધી કાઢ્યા છે જેઓ અમારા આંતરરાષ્ટ્રીય ફોરમેટ્સ પર અમારી સાથે ગાઢ રીતે કામ કરે છે.”
 
ફાઉન્ટેઇન હેડ માર્કેટિંગ અને ઓરાન્જ્યુસ એન્ટરટેઇનમેન્ટના કો-ફાઉન્ડર વીજી જયરામે જણાવ્યું હતું કે, “ઓરાન્જ્યુસ એન્ટરટેઇનમેન્ટ ભારતીય માર્કેટ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય લાઇવ એન્ટરટેઇનમેન્ટ લાવવા ઝી લાઇવ સાથે ભાગીદારી કરતા ગર્વ અનુભવે છે. સુપરમુનના સૌપ્રથમ સકારાત્મક પ્રતિભાવને જોઇને અમ અત્યંત ખુશ થયા છીએ અને બીજા તબક્કા માટે પણ અમે ભારે ઉત્સુક છીએ! અમારા સામૂહિક પ્રયત્નો ભારતમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક લાઇવ એન્ટરટેઇનમેન્ટ ડિલીવર કરશે આમ ટુરીંગ ઇકોસિસ્ટમનું સર્જન થશે અને કન્ઝ્યુમર અને બ્રાન્ડ પાર્ટનર્સ માટે એક મૂલ્યનું સર્જન થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાળામાં જાદુના શો પર પ્રતિબંધ ફરમાવતા ગુજરાતના જાદુગરોએ સરકાર સામે બાંયો ચડાવી