ભાજપમાં આંતરિક અસંતોષના કારણે કર્ણાટકની ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી શકે છે. જેના પગલે હવે સરકાર અને સંગઠન બન્નેમાં હોદ્દો ધરાવતા નેતાઓને કોઈ પણ એક હોદ્દો પરત લઈને તેના સ્થાને નવા નેતાઓને સ્થાન આપવામાં આવી શકે છે. ભાજપમા મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રીપદ અને પ્રદેશના મહામંત્રી છે. પરસોતમ રૂપાલા કેન્દ્ર સરકારમા મંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
જ્યારે જશવંતસિંહ ભાભોર પણ કેન્દ્ર સરકારમા મંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ છે. કૌશિક પટેલ મહેસૂલ મંત્રી અને સંગઠનમા સ્ટેટ કોર્ડિનેટર ઈન્ચાર્જ છે. આઈ.કે.જાડેજા ભાજપના ઉપાધ્યક્ષ અને 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન પણ છે. ત્યારે હવે એક નેતાને એક પદ સોંપવામાં આવશે. આ નવા ચેહરાઓને સ્થાન આપવામા આવી શકે છે.