Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લ્યો બોલો ભાણેજના બદલે મામા પોલીસની પરીક્ષા આપવા આવ્યા પણ આધારકાર્ડથી પકડાઈ ગયાં

લ્યો બોલો ભાણેજના બદલે મામા પોલીસની પરીક્ષા આપવા આવ્યા પણ આધારકાર્ડથી પકડાઈ ગયાં
, શુક્રવાર, 11 મે 2018 (12:58 IST)
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં દીવ દમણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના કેન્દ્રમાં ડમી ઉમેદવાર ઝડપાયો છે. બોગસ આધાર કાર્ડ બનાવીને ભાણેજની જગ્યાએ મામા પરીક્ષા આપવા માટે આવ્યા હતા. પરીક્ષા પૂરી થયા બાદ ઉમેદવારની ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ડિવાઇસ પર મેચ નહીં થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

બોપલ વિસ્તારમાં આવેલ મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટીસીએસ કંપનીમાં ઓપરેશનલ એક્ઝ્યુક્ટિવ તરીકે નોકરી કરતા તુષારભાઇ લલિતભાઇ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ કરી છે. દીવ દમણ પોલીસ કોન્સ્ટેબલની ઓનલાઇન પરીક્ષા ગઇ કાલે ઓઢવ વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સમાં હતી. આ પરીક્ષામાં ઓબ્ઝર્વ તરીકે તુષારભાઇ, ઓહલ કમલાકર (રહે.સેલવાસ) અને બીજા સ્ટાફના માણસો હાજર હતા. બપોરે સાડા બાર વાગે પરીક્ષા ચાલુ થવાની હોવાથી પરીક્ષામાં ભાગ લેનાર ૨૨૧ ઉમેદવારોને બાયોમેટ્રિક ડિવાઇસમાં અંગૂઠો મુકાવીને ચેક કર્યા બાદ તમામને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો. બપોરે અઢી વાગે પરીક્ષા પૂરી થઇ જતાં તમામ ઉમેદવારોનું એક્ઝિટ વેરિફિકેશન કરવાનું કામ કરતા હતા.
તે સમયે ત્રણ વાગ્યાની આસપાસ એક ઉમેદવારની ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ડિવાઇસમાં મેચ ના થતાં તેના પર ટીસીએસના તમામ કર્મચારીઓને શંકા ગઇ હતી.  તમામ કર્મચારીઓએ તેની પૂછપરછ કરી હતી. જોકે તેણે કોઇ સંતોષકારક જવાબ ન આપતાં તેની અંગ જડતી કરી હતી. ઉમેદવારના અંગ જડતી દરમિયાન તેના પેન્ટના ખિસામાંથી બે આધારકાર્ડ મળી આવ્યાં હતાં. બંને આધારકાર્ડ એક જ નામનાં અને એક જ નંબરનાં હતાં પંરતુ તેમાં ફોટા અલગ અલગ હતા. એક જ નામ ધરાવતાં બે આધારકાર્ડ મળી આવતાં ટીસીએસના કર્મચારીઓએ તેની પૂછપરછ કરી હતી. જેમાં તે ભાગી પંડ્યો હતો અને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી.
ડમી ઉમેદવારનું સાચું નામ દેવેન્દ્રસિંહ લાલસિંહ રાઠોડ (રહેઃ ગામ- પરમદરા, જિલ્લો અજમેર, રાજસ્થાન) છે. દેવેન્દ્રસિંહે તેના ભાણેજ ભવરસિંહ શંકરસિંહ શકતાવત (રહે ઇટાવા, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન) વતી પરીક્ષા આપવા માટે ડમી ઉમેદવાર બનીને આવ્યા હતા. ટીસીએસના કર્મચારીઓએ તાત્કાલીક ઓઢવ પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દેવેન્દ્રસિંહની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી હતી. દેવેન્દ્રસિંહે તેના ભાણિયા ભવરસિંહના આધારકાર્ડ પર પોતાનો ફોટો સ્કેન કરીને બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું અને ત્યારબાદ ડમી ઉમેદવાર બનીને પરીક્ષા આપવા માટે આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં અમૂલ હસ્તક રહેલા બાગ બગીચાઓના મેન્ટેનેન્સના ધાંધિયાના કારણે હવે દર મહિને રીપોર્ટ મંગાશે