Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં છેલ્લા દશકામાં ૨૦૧૦નો એપ્રિલ માસ સૌથી ગરમ રહ્યો હતો

અમદાવાદમાં છેલ્લા દશકામાં ૨૦૧૦નો એપ્રિલ માસ સૌથી ગરમ રહ્યો હતો
, બુધવાર, 25 એપ્રિલ 2018 (10:19 IST)
અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ફેલાયો છે. શહેરમાં બપોરના સમયગાળામાં ભીષણ ગરમીના કારણે સ્વયંભૂ જનતા કરફ્યુ લદાઇ જાય છે. ગઇ કાલે ૪૧.૪ ડિગ્રી ગરમી નોંધાતાં અમદાવાદીઓ તોબા પોકારી ઊઠ્યા હતા, જોકે એપ્રિલમાં દશ વર્ષની ગરમીનો રેકોર્ડ ૪૪.૬ ડિગ્રીનો હોઇ તે હજુ સુધી અકબંધ રહ્યો છે. ગત વર્ષ ર૦૧૦માં ગરમીનો આ ઉચ્ચતમ રેકોર્ડ નોંધાયો હતો.

શહેરમાં ગઇ કાલે ગરમીનો પારો ઊંચે ચઢીને ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાને જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી વધુ હતો. જ્યારે આજે રપ.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી વધુ હતું, જોકે શહેરમાં એપ્રિલ મહિનામાં પડેલી ગરમીનો રેકોર્ડ તપાસતાં ગત વર્ષ-ર૦૧૦ની તા.૧૭ અને તા.૧૮ એમ સળંગ બે દિવસ સૂર્યનારાયણ ૪૪.૬ ડિગ્રી ગરમી સાથે આકારા પાણીએ હતા. દરમ્યાન હવામાન વિભાગનાં સૂત્રો કહે છે, અમદાવાદમાં એપ્રિલ મહિનાની ગરમીનો ઓઇટાઇમ રેકોર્ડ તો ૪૬ ડિગ્રી સેલ્સિયસને પણ આંબી ગયો છે. ગત વર્ષ ૧૯પ૮ની તા.ર૭ એપ્રિલે શહેરીજનો ૪૬.ર ડિગ્રી ગરમી પડતાં રીતસરના શેકાઇ ઊઠ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: દુષ્કર્મ મામલે આસારામ પર નિર્ણય થોડી જ વારમા... પણ એક કેસ એવો પણ જે તેમને જેલમાંથી બહાર નહી આવવા દે..