સીએમ રૂપાણીના રાજકોટ શહેરમાં ગુનાખોરી દિવસે-દિવસે વધી રહી છે. રોજે રોજ ખુલ્લેઆમ લુટ ફાયરીંગ મારામારીની બનતી ઘટનાઓથી રાજકોટવાસીઓમાં ડરનો માહલો જોવા મળ્યો છે. અહીં ગુનેગારોને જાણે પોલીસનો કોઇ ડરજ નથી. આ વાત સાર્થક કરતી વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં યુનિવર્સિટી રોડ પર ત્રણ જેટલા શખ્સોએ અંગત અદાવતમાં એક શખ્સ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે દોડી ગયેલી પોલીસે ભોગ બનનારને સારવાર માટે ખસેડી આરોપીઓને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શહેરના પોષ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોક નજીક હાર્દિક રાજપૂત નામના વ્યક્તિ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રણજીત વાઘેલા, મંથન અને કમલેશ નામના ત્રણ શખ્સો દ્વારા અંગત અદાવતને કારણે હાર્દિક પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસના પ્રાથમિક તારણ પ્રમાણે હાર્દિકનામના વ્યકિત પર ફાયરીગ કરાયુ હતુ જો કે તેને સામાન્ય ઇજા પહોચી હતી ત્રણ શખ્યો તેની અંગત અદાવતને લઇ ફાયરિગ કર્યુ હતુ હવે તે હત્યાના ઇરાદે જ આવ્યા હતા કે પછી ડરાવાનો હેતુ હતો તે દિશામા તપાસ થઇ રહી છે પરંતુ મોડી રાત્રે ફાયરિગ થતા શહેરમા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો હાલ આ બનાવમા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.