2002 બાદ વાઈબ્રન્ટ ગુજરાતના ટાઈટલ હેઠળ ઔદ્યોગીક ક્રાંતિ સર્જવામાં આવી હતી અને ઓટો સહિતના ઉદ્યોગોનું ગુજરાતમાં આગમ થયું અને દેશમાં તે ઔદ્યોગીક વિકસીત રાજયોની હરોળમાં ટોપમાં આવી ગયું હતું. ગુજરાત ઔદ્યોગીક શાંતિની દ્રષ્ટીએ દેશનું નંબર વન રાજ્ય હતું. ન કોઈ હડતાલ, ન કોઈ લે ઓફ એ ગુજરાતની નિશાની બની ગઈ હતી. કામદાર શાંતિમાં રાજયએ રેકોર્ડ બનાવ્યો પણ છેલ્લા 10 માસ અને તે માટેના થોડા સમયમાં ગુજરાતની આ વિકાસ ગાથાને બ્રેક લાગી ગઈ છે. ખાસ ગુજરાત સરકારના જ ડિરેકટર ઓફ ઈકોનોમીક એન્ડ સ્ટેટેટીકસના રીપોર્ટ મુજબ 2015માં ગુજરાતે હડતાળ-તાળાબંધીના કારણે 34487 માનવ દિવસ ગુમાવ્યા હતા તે 2016માં વધીને 52977 માનવ દિવસો ગુમાવ્યા છે.
2016માં ગુજરાતમાં 19 હડતાળો અને લે ઓફ થયા જેના કારણે 5147 કામદારોને અસર થઈ હતી પણ હવે ઈન્ડસ્ટ્રીયલ ડીસ્યુટ વધતા થયા છે. 2017માં જે છેલ્લા 10 માસના આંકડા સાંપડયા છે તેમાં કામદાર અશાંતિમાં 54%નો વધારો થયો છે. કુલ 5286 કામદારોને અસર થઈ છે અને 39779 માનવ દિવસોની હાની થઈ છે. હવે આ અશાંતિ કેમ વધી રહી છે તેનો રાજય સરકાર અભ્યાસ કરશે. અન્યથા ફેકટરી એકટ હેઠળ નોંધાયેલા એકમમાં અંદાજે 1000નો વધારો થયો છે અને તેમાં કુલ 16.65 લાખ લોકો કામ કરે છે. ગુજરાતમાં વર્તમાન સરકારે સ્કીલ-ડેવલપમેન્ટનું મીશન જાહેર કર્યુ છે. પણ ટેકનીકલ શિક્ષણ પ્રત્યે ગુજરાત પીછેહઠ કરી રહ્યો છે. ગુજરાતના બજેટ સાથે જે સોશ્યો-ઈકોનોમીક રીવ્યુ કરે છે. રાજયમાં એન્જીનીયરીંગ આર્કીટેક અને ફાર્મસી કોલેજ વધીને 238 થઈ છે અને તેમાં કુલ 75172 સીટ છે પણ ફકત 45213 વિદ્યાર્થીઓજ પ્રવેશ લીધો હતો. જે દર્શાવે છે કે 29849 બેઠકો ખાલી રહી છે. આજથી દરેક ટેકનીકલ-નોટ ટેકનીકલ શિક્ષણ આપતી કોલેજોમાં ટેકનીકલ શિક્ષણને મોટો માર પડયો છે. જેના એક કારણમાં એન્જીનીયરીંગ સહિતની કોલેજોમાં બિલાડીની ટોપની માફક જે નવી કોલેજો ફૂટી નીકળી છે અને વાસ્તવમાં તે શિક્ષણ આપી શકે તેવી ઈકવીપમેન્ટ કે લેબોરેટરી સુવિધા ધરાવતી નથી તેથી અહી જે વિદ્યાર્થીઓ ડિગ્રી સાથે માર્કેટમાં આવે છે તે યોગ્ય લાયકાત ધરાવતા હોતા જ નથી અને તેથી તેઓને સારી જોબ ઓફર થતી જ નથી. ગુજરાત યુનિ.ના પુર્વ વી.સી. એચ.એન.પટેલ જે રાજકોટ શિક્ષણ વ્યવસ્થાને નજીકથી જાણે છે. તેમના મંતવ્ય મુજબ છેલ્લા કેટલાક સમયથી જોબ ક્રિએશન યોગ્ય રીતે થતું નથી તેથી બેરોજગારોની સંખ્યા વધી રહી છે. જેમાં એમટેક જેવો ઉચ્ચ અભ્યાસ કરનાર પણ બેકારોની ફોજમાં છે.