રાજ્યમાં વિધાનસભાની ચુંટણી પછી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણી પણ બે તબક્કામાં યોજવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં 75 નગર પાલિકા, બે જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 1400 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે જેની સંપૂર્ણ તૈયારી ચુંટણી પંચે કરી દીધી છે. પહેલાં તબક્કામાં ચુંટણી ગ્રામ્ય વિસ્તારમાં અને બીજા તબક્કામાં શહેરી વિસ્તારમાં યોજવામાં આવશે. આવતાં મહીને યોજાનાર જીલ્લા પંચાયતોની ચુંટણીમાં ખેડા અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. રાજ્યમાં વિધાનસભાની ચુંટણી હમણાં જ પૂરી થઇ છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આવી છે ત્યારે હવે આ એક મહિનામાં પ્રજા ફરી કોની પર વિશ્વાસ મુકે છે તે જોવું રસપ્રદ રહેશે.
ચુંટણીને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે તેના અનુસંધાનમાં બંને પક્ષોએ નિરીક્ષકોની નિમણુક કરી દીધી છે.હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 75 પૈકી 13 નગરપાલિકા કોંગ્રેસ હસ્તક છે બંને જિલ્લા પંચાયત હાલ ભાજપ હસ્તક છે 17 પૈકી 5 તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક તેમજ ૧૨ ભાજપ હસ્તક છે.