સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ઠંડીમાં વધારો થયો છે. જેથી લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘડાટો થવા છતાં વાદળછાયા વાતાવરણને કારણે લોકો ઠંડી અનુભવી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછી ૧૩.૨ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ ઠાર વર્તાઈ રહ્યો છે અને લોકોને ગરમ કપડા અને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે.
સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત્ છે અને આવા હવામાન વચ્ચે નલિયાનું લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે રાજકોટનું તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ સાથે કોઈ-કોઈ જગ્યાએ છાંટા પડયા હતા. જામનગર શહેરનું મહતમ તાપમાન ૩૧.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી નોંધાયું હતું. તેમ જ ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી. કચ્છ જિલ્લાના ભુજમાં ૧૩.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આવી જ રીતે કંડલા ઍરપોર્ટ ખાતે ૧૫.૫, જામનગરમાં ૧૭.૫, રાજકોટમાં ૭.૮, પોરબંદરમાં ૧૮ અને મહુવામાં ૧૮.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધવાની શકયતા છે.