ક્રાફ્ટ ઓફ આર્ટે માત્ર 7 વર્ષના સમયગાળામાં તમામ અમદાવાદીઓના દીલો દિમાગ પર એક પકડ કાયમ કરી છે. ક્રાફ્ટ ઓફ આર્ટની ખાસ રજુઆત સુફી અને વોટર ફેસ્ટિવલથી થઈ છે. આ સુફી અને વોટર ફેસ્ટિવલની ચર્ચા માત્ર તેમાં પીરસવામાં આવતાં ગુણવત્તાસભર સંગીતને લીધે થાય છે. અમદાવાદીઓના ભવ્ય વારસાને આ વોટરફેસ્ટિવલ અમદાવાદીઓ સાથે જોડે છે. યુવાઓને ફરીવાર જુના વિચારો સાથે જોડે છે. સંગીત પ્રેમીઓને એક જગ્યાએ એકત્રિત કરે છે. તે સ્મારકોમાં છુપાયેલા ભવ્ય વારસાથી સમાજને વાકેફ કરાવે છે.
વોટર ફેસ્ટીવલ એક એવો ફેસ્ટીવલ છે જે કોઈપણ પૌરાણિક પાણીના સ્ત્રોત હોય તેવા સ્મારક પર કરવામાં આવે છે. આ સ્મારક પર દેશના દિગ્ગજ ક્લાસિકલ સંગીતના કલાકારો દ્વારા સંગીત પીરસવામાં આવે છે અને તે સ્મારકને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે. એક સમયે લોકોને પાણીની જરૂરિયાત પુરી પાડતા આજે લાગણી અને હૈયામાંથી લઈને હંમેશા માટે સુકાઈ ગયેલા આ સ્ત્રોતને લોકો સુધી તેની મહત્તા અને મહાનતાની વાત લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ ફેસ્ટીવલ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી છેલ્લાં પાંચ વર્ષથી માત્ર અમદાવાદમાં ચાલતા આ ફેસ્ટીવલને પાટણની રાણીની વાવ પર આયોજિત કરવામાં આવ્યો. તેનું ભવ્ય આયોજન અમદાવાદની અડાલજની વાવ પર રસીક શાસ્ત્રીય સંગીતના સમારોહ સાથે થયું તો હવે ફરીવાર ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આ વોટર ફેસ્ટિવલ અંતર્ગત અડાલજની વાવ ઉપરાંત ધોળકાની ખાન મસ્જિદ પર સંગીતની રજુઆત થશે. તે ઉપરાંત આ વખતે એક ફોટો એક્ઝિબિશન દ્વારા ગત સાત વર્ષની યાદગાર જર્નીને ફોટોના માધ્યમથી જીવંત કરવામાં આવશે. આ પ્રદર્શન ગુમ્બઝ મ્યુસિગ્સ અને મ્યુઝિક એન્ડ મોન્યુમેન્ટ્સ અંતર્ગત અમદાવાદની ગુફા ખાતે 22થી 25 નવેમ્બર દરમિયાન નિહાળી શકાશે.
આ વખતના આકર્ષણોની વાત કરીએ તો.....
19 નવેમ્બર ખાન મસ્જિદ ધોળકા ખાતે સૂફિ ફેસ્ટિવલ યોજાશે, 25 નવેમ્બરે અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાશે.