Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં પણ ગોરખપુરવાળી થઈ, એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે બાળકનું મોત

ગુજરાતમાં પણ ગોરખપુરવાળી થઈ, એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે બાળકનું મોત
, બુધવાર, 16 ઑગસ્ટ 2017 (12:54 IST)
ઉત્તરપ્રદેશના ગોરખપુરની સરકારી ઓક્સિજનના અભાવે બાળકોના મૃત્યુની ઘટનાના હજુ ભુલાઈ ત્યાં મેગા સિટી અમદાવાદમાં પણ ઓક્સિજનના અભાવે બાળકનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અમદાવાદ જિલ્લાના સાણંદના દોઢ વર્ષના બાળકને સ્વાઈન ફલૂ થતા સોલા સિવિલ હૉસ્પિટલમાંથી સિવિલ હૉસ્પિટલમાં રિફર કરાયો હતો. એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે માર્ગમાં ઓક્સિજનનો સિલિન્ડર ખલાસ થઈ જતા બાળકનુ મૃત્યુ થયુ હતું.

ગુજરાતમાં મેધરાજાના વિરામ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જીવલેમ ગણાતા સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. બાળકને તાવ અને શરદી-ખાંસી થતા તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં તાવ નહીં મટતા તેનો રિપોર્ટ કરાવાયો હતો. જેમાં તેને સ્વાઈન ફલૂ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતુ. જેને પગલે બાળકને સાંજે સોલા સિવિલ હૉસ્પિટલમાંથી રિફર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એમ્યુલન્સમાં બાળકને સિવિલ હૉસ્પિટલમાં શિફટ કરાયો હતો ત્યારે અધવચ્ચે રસ્તામાં જ ઓક્સિજનનો સિલિન્ડર પૂરો થઈ ગયો હતો. જેના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. સોલા સિવિલ હૉસ્પિટલના અધિકારીના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સમાં તેને લઈ જતી વેળાંએ ઓક્સિજનનો સિલિન્ડર પૂરો થઈ જતા બાળકનુ મૃત્યુ થયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. ઓક્સિજનના અભાવે બાળકનું મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તપાસના આદેશ કર્યા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં સ્વાઈન ફલૂએ અજગર ભરડો લીધો છે. અમદાવાદ, રાજકોટ, કચ્છ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફલૂમાં ૨૦૦થી વધારે દર્દીના મોત થયા છે. એટલું જ નહીં ૧૭૦૦થી વધારે કેસ સ્વાઈન ફલૂના નોંધયા છે.ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સરકારી હોસ્પિટલોમાં ઓકિસજનની ખરીદી ટેન્ડર પ્રક્રિયામાં ઓછા ભાવ આપતી કંપની દ્વારા કરવાની દાદ માગતી અરજી કરાઇ છે. સરકારી હોસ્પિટલમાં સસ્તો ઓકસિજન મળી રહે તે માટે ભાવ ઘટાડો કરવા અરજીમાં દાદ માંગવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે ગુજરાતમાં તો ઓકસીજનની સ્થિતિ ગોરખપુર જેવી નથી ને? સરકારે તેના જવાબમાં એવી દલીલ કરી હતી કે ગુજરાતમાં ઓકસિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video દિલ્હી. ગતિની રેસમાં સુપરબાઈકરે જીવ ગુમાવ્યો.. કેમેરામાં કેદ થઈ દુર્ઘટના