કેન્દ્ર તરફથી ગુજરાતને વધુ એક અન્યાય થઈ રહ્યો છે. જાહેરાતના બે-અઢી વર્ષ પછી ગુજરાત સરકાર એઈમ્સ હૉસ્પિટલ માટે વડોદરા કે રાજકોટ એ બેમાંથી એક સ્થળ પસંદ કરી શકી નથી. બીજી તરફ ગુજરાતને પડતું મૂકીને ભારત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ના બજેટમાં જાહેર કરેલા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં એઈમ્સની સ્થાપના માટે વહિવટી પ્રક્રિયા શરૂ કરી નાખી છે.
આ દિશામાં કેન્દ્રીય કેબિનેટે આ ત્રણેય રાજ્યમાં એઈમ્સ માટે ત્રણ નવા ડિરેક્ટરોની પોસ્ટ ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા કેન્દ્ર સરકારે એઈમ્સની ફાળવણી કરી હતી. જો કે, રાજ્યની સરકાર એઈમ્સને સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત લઈ જવાના મુદ્દે અટવાયેલી રહી અને બીજી તરફ અન્ય ત્રણ રાજ્યોએ લોકેશન તો દૂર ત્યાર પછી ડિઝાઈન માટે ક્ધસલન્ટન્ટની નિમણૂક પણ કરી નાખી છે. માસ્ટર પ્લાનને પણ અંતિમ ઓપ આપ્યો છે અને વિસ્ત્ાૃત ડિઝાઈન તૈયાર કરીને નાણાકીય સંસાધનો અંગે આયોજન પણ શરૂ કરીને ફેકેલ્ટી અને નોન ફેકલ્ટી પોઝિશન ઊભા કરવાની દરખાસ્તો પણ મોકલવાનું શરૂ કર્યું છે. આથી, કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આંધ્રપ્રદેશ ગન્ટુર નજીક મંગલગિરી, પશ્ર્ચિમ બંગાળમાં કલ્યાણી અને મહારાષ્ટ્રમાં નાગપુરમાં ત્રણ નવી એઈમ્સ માટે ત્રણ નવા ડિરેક્ટર્સની પોસ્ટ ઊભી કરવા મંજૂરી આપ્યાનું સત્તાવાર જાહેર કરાયું છે. ૧૯૫૬ના એઈમ્સના કાયદા હેઠળ પ્રત્યેક ઇન્સ્ટિટ્યૂટમાં મુખ્ય વહીવટકર્તા તરીકે એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની જગ્યા હોય છે. તેમની નિમણૂક ભારત સરકાર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે કરશે. જે ગવર્નિંગ બોડીના સેક્રેટરી તરીકે કામ કરતા હોય છે. આથી આ ત્રણેય રાજ્યોમાં એઈમ્સની પ્રક્રિયા માટે આ મહત્ત્વનો નિર્ણય કહેવાય છે. સ્થળ પસંદગીના અભાવે ગુજરાત તેમાંથી બહાર રહ્યું છે તે હકીકત છે. ભૂતકાળમાં પણ રાજ્યના બે તત્કાલિન પ્રધાન વચ્ચેની ખેંચતાણના કારણે એઈમ્સ વડોદરાને મળે કે રાજકોટને મળે તે મામલે ભારે વિવાદ થયો હતો.