Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીતિન પટેલના કાર્યક્રમમાં બંગડીઓ ફેંકાઈ, બંગડી ફેંકનારને પોલીસે ડીટેઈન કર્યાં

નીતિન પટેલ
, મંગળવાર, 20 જૂન 2017 (10:01 IST)
વલસાડ ખાતે સોમવારે  નગરપાલિકા દ્વારા નિર્મિત મ્યુનિસિપલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર તેમજ અન્ય વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા. આ સમયે આજે સવારથી જ ત્યાંના રાજુ  અને અન્ય સાથી દારોની અટકાયત કરવામાં આવી હતી. રાજુ મરચાના પત્ની અને પુત્રીએ આ કાર્યક્રમ દરમ્યાન પોતાની નારાજગીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં વલસાડ નગરપાલિકાના મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી સામે વિરોધ પ્રદર્શન કરી હાથમાં પહેરેલી બંગડીઓ ફેંકતા ભારે દોડધામ મચી ગઈ હતી. બંગડીઓ ફેંકનાર ઉર્વશી પટેલ અને તેની માતાને પોલીસે ડીટેઈન કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીએમ રૂપાણી કર્ણાટક પહોંચ્યા, દલિત પરિવારના ઘરે ભોજન લેશે