Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PM મોદીની Notebandi ની જાહેરાત બાદ નકલી નોટોનો વ્યવસાય ગુજરાતમાં ઘૂસ્યો

PM મોદીની Notebandi ની જાહેરાત બાદ નકલી નોટોનો વ્યવસાય ગુજરાતમાં ઘૂસ્યો
, શુક્રવાર, 26 મે 2017 (12:49 IST)
અમરેલીમાં એલસીબીએ ગુરુવારે ભાવનગર અને લાઠી પંથકના બે શખ્સોને રૂા. 1.11 કરોડની રૂ. 500 અને રૂ.2000ના દરની બનાવટી નોટ સાથે ઝડપી લીધા હતા. બન્ને શખ્સો મોટર સાઈકલ પર નોટની ડિલીવરી આપવા અમરેલી આવતા હતાં ત્યારે ઝડપાયા હતાં. પ્રાપ્ત માહિતી પ્રમાણે  અમરેલી-સાંવરકુંડલા રોડ પર લાલાવાવ મંદિર પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાઈક પર જઈ રહેલા સચીન પરમાર અને જગદીશ સોલંકીને ઝડપી લઈ  આ બંને શખસ પાસેથી નકલી નોટોનો જથ્થો ઝડપી લીધો હતો. 

નકલી નોટનું આ નેટવર્ક રાજ્યભરમાં ફેલાયેલું હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. અમરેલી એલસીબી સ્ટાફે બાતમીના આધારે લાઠી રોડ લાલાવાવ હનુમાન મંદિર પાસેથી નંબર વગરના મોટર સાયકલ પર જતા ભાવનગરના ગુંદીકોળીયાના સચીન ગુલાબ પરમાર ( 21) અને લાઠીના લુવારીયા દરવાજા પાસે રહેતા પરેશ જગદિશ સોલંકી ( 25)ને અટકાવ્યા હતા. તેમની પાસે રહેલા થેલામાં બે હજારના દરની 4552 અને 500 ના દરની 3982 નકલી નોટ મળી કુલ 1,10,95,000 ની બનાવટી ચલણી નોટ મળી હતી. આ શખ્સોએ છેલ્લા ચારેક માસથી નકલી નોટો બનાવવાનું શરૂ કર્યુ હતું. બેંક અધિકારીઓ પણ આ નોટ જોઇ આંચકો ખાઇ ગયા હતાં. પોલીસે તેમને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.  પ્રાથમિક પુછપરછમાં મળેલી માહિતી પ્રમાણે, ભાવનગરનો સચીન ગુલાબ પરમાર ઝડપથી નાણા એકઠા કરવા નકલી નોટ છાપવાનું કામ કરતો હતો. તેણે તાજેતરમાં જ કચ્છમાંથી માઈનિંગ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેની સાથે બીજા 10-12 શખ્સો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ લોકો 25થી 35 ટકા સુધીનું કમિશન આપીને સમગ્ર રેકેટ ચલાવતા હતા. સુરતમાં કમિશનથી નોટ છાપતી વખતે લાઠીનો પરેશ સોલંકી સચીનના પરિચયમાં આવ્યો હતો. બંનેએ આ અગાઉ અમરેલીમાં બે લાખની નકલી નોટો ચલણમાં ઘુસાડી હતી. ઝડપી નાણા કમાવાની લાલચમાં એક પછી એક લોકો આ કૌભાંડમાં જોડાતા ગયા હતાં. દરમિયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના એક ભરવાડ શખ્સે તો ચાર કરોડની નકલી નોટનો ઓર્ડર પણ આપ્યો હતો અને હાલમાં આ માટે મોટાપાયે નકલી નોટ છાપવાનું કામ ચાલુ હતું. કૌભાંડના મુખ્ય સુત્રધાર એન્જીનીયર સચીન પરમારે નકલી નોટ બનાવવાનું કારખાનુ ભાવનગરમાં ઉભુ કર્યુ હતું. જ્યાં દિવસ-રાત નકલી નોટો બનતી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Panvel Bhiwandi Malegaon Civic Election Results Live : પનવેલમાં પ્રથમ ચૂંટણીમાં બીજેપી સત્તા તરફ