Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગરમાં ‘ઈન્ડિયા-આફ્રિકા-પાર્ટનર્સ ઈન ગ્રોથ’પ્રદર્શનનું ઉદઘાટન

ગાંધીનગર
, સોમવાર, 22 મે 2017 (14:24 IST)
મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની બાવનમી વાર્ષિક મિટિંગ પ્રસંગે યોજાયેલ ‘‘ઈન્ડિયા-આફ્રિકા-પાર્ટનર્સ ઈન ગ્રોથ પ્રદર્શનનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે, આ પ્રદર્શનથી ભારત-આફ્રિકાના વ્યાપારી સંબંધો વધુ સુદ્ઢ બનશે.
ગાંધીનગર

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પરિસરમાં અંદાજે ૩૧૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા ૬૭ એક્ઝીબિટર્સ દ્વારા નિર્માણ પામેલા ૧૫૦થી વધુ સ્ટોલ ધરાવતા પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આવા પ્રકારના ટ્રેડ એક્ઝિબિશનથી ભારત-આફ્રિકાના ઉદ્યોગ ગૃહો એકબીજાને વધુ સારી રીતે સમજી શકશે જેનાથી આ દેશોમાં વધુ ઉદ્યોગો સ્થપાશે, રોજગારીનું સર્જન થશે એટલું જ નહીં વ્યાપારી સંબંધો સુદ્રઢ થતા આયાત-નિકાસને વેગ મળશે.  ભારત-આફ્રિકાના દેશો વચ્‍ચે કૃષિ-સિંચાઇ, ફાર્મા ઉપરાંત સોલાર ઉર્જા જેવા ક્ષેત્રે  વિકાસની નવી દિશા ઉઘડશે,
ગાંધીનગર

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા કેન્‍દ્રના નાણા વિભાગના રાજ્ય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રદર્શનને ભારત-આફ્રિકાના આર્થિક સંબંધોને વધુ સુદ્રઢ કરનારૂ ગણાવ્‍યું હતું. જ્યારે કેન્‍દ્રીય રાજ્યમંત્રી શ્રી સંતોષકુમાર ગંગવારે આ પ્રદર્શનને ભારત-આફ્રિકન દેશોના ઉદ્યોગપતિઓને માટે વિચાર-વિમર્શનું મહત્વનું પ્‍લેટફોર્મ ગણાવ્‍યું હતું અને જણાવ્‍યું હતું કે, દુનિયાના દેશોમાં આ ઇવેન્‍ટથી આપણી આગવી ઓળખ ઉભરશે. 
ગાંધીનગર

આફ્રિકન ડેવલપમેન્‍ટ બેન્‍કના વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રીયુત પેરી ગુશલીન (Mr.Pierre Guislain) સહિતના મહાનુભાવોએ આ પ્રદર્શનમાં ડિજીટલ ફોટો કોર્નર, ગુજરાત સોલાર પાર્ક, ગુજરાત ટુરિઝમના વર્ચ્યુઅલ રીયાલીટી ડિવાઈસ, કૃષિ અને ઈનોવેશન-સ્ટાર્ટ અપના સ્ટોલને રસપૂર્વક નિહાળી વિશદ માહિતી મેળવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદીની ગુજરાત મુલાકાત પહેલા હાર્દિકે મૂંડન કરાવી વિરોધ નોંધાવ્યો