સૌરાષ્ટ્રની કેસર કેરીની વિદેશમાં ધૂમ માંગ,એક્સપોર્ટર્સની ઈન્કવાયરી શરૂ
, સોમવાર, 17 એપ્રિલ 2017 (13:21 IST)
અત્યાર સુધી સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી ગલ્ફ, યુ.કે, યુ.એસ. સહિતના દેશોમાં સિઝનમાં મુંબઈથી નિકાસ થતી હતી પણ આ વર્ષે હવે કેસર અને હાફુસ કેરી કેનેડા અને મલેશિયા પણ નિકાસ થવાની શકયતા છે. આ માટે મુંબઈના મરચન્ટ એક્ષપોર્ટરોને અત્યારથી જ ધૂમ ઈન્કવાયરી થઈ રહી છે. જોકે હજુ કેસરનો પાક બજારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી પણ પાક સારો હોવાનો અંદાજ રાખી વિદેશના આયાતકારો દ્વારા ઈન્કવાયરી શરૃ કરી દેવામાં આવી છે. જાણવા મળેલ વિગતો મુજબ , ગત વર્ષ ૧૫/૧૬માં દેશમાંથી કુલ ૩૫ હજાર ટનની નિકાસ થઈ હતી પણ આ વર્ષે પાક સારો હોવાનો અંદાજ રાખી ૪૫ હજાર ટન કેરીની નિકાસ થવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે.
જે ગત વર્ષ કરતા ૧૦ થી ૧૫ ટકાનો વધારો દર્શાવે છે.કેસર અને હાફુસની કેરીની મોટાભાગની નિકાસ ગલ્ફ ઉપરાંત સાઉદી એરેબિયા,યુ.કે,યુ.એસ,ન્યુઝીલેન્ડ,સાઉથ/નોર્થ કોરિયા,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી પણ હવે કેસર તથા હાફુસ માટે વેપારની નવી તકો ખુલ્લી છે અને અત્યાર સુધી કેનેડા અને મલેશિયામાં નિકાસ થતી ન હતી પણ આ વર્ષથી ઉપરોકત બંને દેશોમાં નિકાસ થશે અને આ માટે બંને દેશના આયાતકારો દ્વારા મુંબઈના મરચન્ટ એક્ષપોર્ટરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ભારતમાંથી મુખ્યત્વે કેસર અને હાફુસ કેરીની સિઝન દરમિયાન ધુમ નિકાસ કરવામાં આવે છે પણ એકમાત્ર સ્વિત્ઝર્લેન્ડ દ્વારા કેસર અને હાફુસ પર માપદંડના મામલે આયાત પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પણ આ વર્ષે સ્વિત્ઝર્લેન્ડે આ પ્રતિબંધ દુર કરી દીધો છે,અન્ય દેશોની સરખામણીમાં સ્વિત્ઝર્લેન્ડમાં મેંગો પ્લપ બનાવવાનો ઉદ્યોગ મોટીમાત્રામાં વિકાસ પામ્યો છે. તેથી સ્વિત્ઝર્લેન્ડ પણ આ વર્ષે ભારતમાંથી કેરીની આયાત કરશે તેમ નિકાસ વેપાર સાથે સંકળાયેલ સુત્રો જણાવી રહ્યા છે.
આગળનો લેખ