Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી થાળી બની 'રોયલ થાળી' અમદાવાદમાં અનેક દેશોની વાનગીઓ પીરસાય છે

ગુજરાતી થાળી બની 'રોયલ થાળી' અમદાવાદમાં અનેક દેશોની વાનગીઓ પીરસાય છે
, બુધવાર, 5 એપ્રિલ 2017 (12:39 IST)
ખાણીપીણી બજારની વાત કરીએ તો માણેકચોક, રાયપુર અને લૉ-ગાર્ડન મોખરે આવે પરંતુ હવે ખાણીપીણી માર્કેટ આ ત્રણ બજાર પુરતા સીમિત રહ્યા નથી. આશ્રમ રોડ, સેટેલાઇટ, એસ.જી.હાઇવે, જજીસ બંગલો, મણિનગર જેવા વિસ્તારમાં અનેક જાણીતી રેસ્ટોરન્ટ ક્વોલિટી ઓફ ફૂડ પીરસી રહી છે. સ્વાદના શોખીનો માટે હવે અમદાવાદ ગાગરમાં સાગર સમાન બન્યું છે. ઉત્તમ સગવડથી માંડી વિવિધ દેશની વાનગીઓ અને ઓનલાઇન ડિલિવરી આપતી અમદાવાદની રેસ્ટોરન્ટ મુંબઇ, દિલ્હી, પૂણે જેવા શહેરોને રેસ્ટોરન્ટ પાછળ રાખી દે છે.

અમદાવાદની રેસ્ટોરન્ટમાં સાઉથ ઇન્ડિયન, પંજાબી, બંગાળી થાળીઓ ઉપરાંત ચાઇનિઝ, મેક્સિકન, થાઇ, ઇટાલીયન જેવી અનેક પ્રકારની વેરાયટી મળે છે. અમદાવાદમાં દર વર્ષે કોર્પોરેટ કંપનીઓમાં સર્વિસ કરતાં લોકોની સંખ્યામાં વધારો થાય છે. તેમ તેમ લોકોની જીવનશૈલી પણ બદલાતી જાય છે. હવે વિકેન્ડમાં બહાર જમવા જનાર ફેમિલીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે તેની સામે રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ પાર્ટીઓનો દૌર શરૃ થઇ ગયો છે. બર્થ ડે સેલિબ્રેશન હોય કે રિંગ સેરેમની બજેટ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ અમદાવાદમાં અનેક ગણી છે.
પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ જેવા ફાસ્ટફૂડ રૃટિન બની ગયા છે ત્યારે અમદાવાદમાં એક નવો જ ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે તે છે 'રોયલ ગુજરાતી થાળી'. બાજરીના રોટલા, કઢી, ભરથું, ભાખરી, શાક, પુલાવ આ રોયલ થાળીના વ્યંજનો છે. અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં રોયલ ગુજરાતી થાળી ૧૫૦૦ રૃપિયા સુધીની છે. ગુજરાતી અને રાજસ્થાની વાનગીઓથી તૈયાર થતી થાળી પરંપરાગત ટેસ્ટને વળગી રહી નવીનતાસભર વાનગીઓ પીરસે છે. કેટલાક લોકોને આ રોયલ ગુજરાતી થાળી કોસ્ટલી પડી શકે છે પરંતુ એનઆરઆઇ અને ફોરેન માટે બેસ્ટ ફૂડ છે.  માત્ર થાળી જ રોયલ હોતી નથી પરંતુ સમગ્ર રેસ્ટોરન્ટમાં માહોલ વૈભવી રીતે તૈયાર કરાયો હોય છે.

 જાણે તેમ કોઇ રાજાના મહેલમાં ભોજન લેતા હોય તેવો અહેસાસ થાય છે. આ અંગે વાત કરતાં એક રેસ્ટોરન્ટના ઓર્નર કહે છે કે રોયલ ગુજરાતી થાળીમાં અમે કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતનો ટેસ્ટ આવે તેવું ફૂડ મેનુમાં રાખીએ છીએ. જેમાં રોટલા, કઢી, પાંચ પ્રકારના ભજિયા, દસ પ્રકારના અથાણાં, રોટલી, પરોઠા, મગ કે દાળનો શીરો, જલેબી, છાસ, પાંચ પ્રકારના સલાડ વગેરે હોય છે. આ તમામ વાનગીઓ સાથે અમારી રેસ્ટોરન્ટના વેઇટર પણ રેશમી કુર્તા અને માથે પરંપરાગત પાઘડી પહેરીને ભોજન પીરસતા હોય છે. રેસ્ટોરન્ટનું ડેકોરેશન પણ રજવાડી શૈલીમાં તૈયાર કરાયું હોય છે જેથી ભારત બહારથી આવનાર લોકોને આપણી સંસ્કૃતિની ઝલક નીહાળવા મળે.  અમદાવાદ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ ચારેય દિશામાં દિવસેને દિવસે વિસ્તરે છે. અહિંયા ભજિયાની લારીઓ પર લોકો લાંબી લાઇનોમાં ઉભા રહે છે તો પિત્ઝા હૉમ ડિલિવરીથી મંગાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંકરસિંહ વાઘેલાના મતે ગુજરાતમાં એપ્રિલ પછી કોઈપણ સમયે વિધાનસભાનું વિસર્જન થઈ શકે છે