આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે. જેને લઈને મોટા ભાગના લોકો આથુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. સાથેજ યુવાઓને પહેલા તક મળશે તેવી માહિતી પણ સામે આવી છે. જોકે ચાલું મંત્રીમંડળમાંથી અમુક મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે.
મંત્રીમંડળની ગોઠવણ - સીએમની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક થશે. સીઆર પાટીલના ઘરે જમાવડો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક મળશે.