Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

એકબાજુ નર્મદા ડેમને લઈ ઉજવણીની તૈયારી બીજી બાજુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

એકબાજુ નર્મદા ડેમને લઈ ઉજવણીની તૈયારી બીજી બાજુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
, શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (13:29 IST)
એકબાજુ ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના અવસરને ઉજવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ડેમમાં જળસ્તર વધવાને કારણે 178 ગામ ડૂબવાની આશંકા સેવાઈ રહી છે. સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અરજી નર્મદા બચાવો આંદોલનના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી છે. 

તેમણે નર્મદા ડેમમાં પાણી વધારવાના મામલે સુપ્રીમમાં ધા નાંખી છે. આ આંદોલનના સભ્યોનું કહેવું છે કે, ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહેલા પાણીને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામડાઓમાં ડુબી જશે. જેમાં ધાર, બડવાની, ખરગોન વગેરે ગામ તો સમુળગા પાણીમાં ગરકાવ થઈ જશે.  

સુપ્રીમે આ મામલે અરજદારને સંબધિત પક્ષો એટલે કે જે સરકારી વિભાગ આ સાથે જોડાએલા છે તેમને અરજીની કોપી આપવાનું જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે આ મામલે સુનાવણી કરવાનું પણ આશ્વાસન આપ્યું હતુ.  ગુજરાત સરકારે નર્મદા ડેમનું જળસ્તર 138 મીટર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ ઐતિહાસીક ક્ષણોની ઉજવણીની પણ તૈયારી ગુજરાત સરકારે કરી રાખી છે. 

એટલે સીધીરીતે અરજદારની અરજીમાં ગુજરાત સરકાર પણ સંબધિત પક્ષમાં સામેલ છે. રાજ્યમાં જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહી હતી તે ઘડી હવે આજના દિવસમાં આવી પહોંચી સમજો. 70 વર્ષ બાદ નર્મદા ડેમ છલકાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ ઐતિહાસિક ક્ષણની ઉજાણી માટેની તક ઝડપી લેવા માંગે છે. 

આમ તો પીએમ મોદીના જન્મદિવસે રાજ્ય સરકાર આ ઉજવણી કરવા માંગતી હતી પણ ઉપરવાસમાંથી જે રીતે પાણીની ધૂમ આવક થઈ રહી છે તે જોતા આજે જ આ અવસર આવશે તેવું લાગી રહ્યું છે. સીએમ હાઉસમાં આ કાર્યક્રમને આખરી ઓપ આપવા બેઠક પણ યોજાઇ હતી. ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે જ નર્મદાડેમની ઓવરફેલોથી ખુશખબર ભેટરુપે આપશે. નર્મદા ડેમમાં અત્યાર સુધીમાં 93 ટકા ઉપર પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. 

ડેમની જળસપાટી ઐતિહાસિક 137.20 મિટરે પહોંચી ગઇ છે. નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા સહિતના અિધકારીઓએ કેવડિયા કોલોનીમાં ધામા નાંખ્યા છે. ગુજરાત સરકારના જળસંચય કાર્યક્રમને સફળ પ્રતિસાદ મળ્યો છે.તેના સારા પરિણામો આવ્યાં છે ત્યારે હવે નર્મદા ડેમ પણ છલકાવવા જઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પાણીની રાહત થઇ છે. બે વર્ષ સુધી પાણીનો પ્રશ્ન નહી રહે ત્યારે ભાજપ સરકાર આ ઘડીની ભવ્ય ઉજવણી કરવા જોરશોરથી તૈયારી કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જગત જનની મા અંબાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ, 12થી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું