ગુજરાતમાં કોરોનાના રોજ 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અનેક નેતા અભિનેતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. એવા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા (Naresh Kanodiya) પોતે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ ટ્વીટર પર નરેશ કનોડિયાના સ્વસ્થ્ય થવા માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. નરેશ કનોડિયાનો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝાટકો લાગ્યો છે અને તેઓ અભિનેતાના જલ્દી સાજા થઈ જાય તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે.
નરેશ કનોડિયા 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમા હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.