ગુજરાત જાણે પંજાબના રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. અદાણી બંદર, દ્વારકા-મોરબીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે આ કડીમાં જામનગરનું નામ પણ જોડાયું છે. જામનગરમાંથી 10 કરોડ રૂપિયાનું 2 કિવોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે રાજ્યમાં મોરબીના ઝીંઝુડા ગામમાંથી ATSએ 3 શખ્સોની કરોડોના માદક પદાર્થ સાથે ધરપકડ કરી છે. જો કે હજુ સુધી ATS દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ કરાઈ નથી, પરતું કરોડોનું ડ્રગ્સને પકડી પાડવા ATSએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 120 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, આ ડ્રગ્સની કિંમત આંતરાષ્ટ્રીય માર્કેટમાં 600 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે. નવલખી પોર્ટ પાસે ઝીંઝુડા ગામે સ્થાનિર પોલીસને સાથે રાખીને ATSએ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શમસુદ્દીન,ગુલામ હુસૈન,મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની નામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગુલામ હુસૈન ભગાડ જામનગરના સલાયાનો રહેવાસી છે જ્યારે મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર જામનગરના જોડીયાનો રહેવાસી છે.
દ્વારકા નજીકથી પણ હેરોઈન ઝડપાયું હતું
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરે ATSદ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 120 કરોડની કિમતનું 24 કિલો હેરોઈન મળી આવ્યું છે. મોરબી ઝિંઝુડાથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ પોલીસને મોટી માહિતી મળી હતી. પકડાયેલા આરોપી જબ્બાર જોડીયા કડક પૂછતાછમાં ભાગી પડ્યો હતો અને પોતે સપ્લાઈ કરેલા ડ્રગ્સ વિશે પોલીસને ઈનપુટ આપ્યા હતા. આરોપી જબ્બારે નાવદ્રામાં ડ્રગ્સ છુપાવ્યાની કબુલાત કરી હતી જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.