Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સત્તાના બે દાયકા - મોદીના સરકારમાં રહેવાનુ 20 મું વર્ષ શરૂ

સત્તાના બે દાયકા  - મોદીના સરકારમાં રહેવાનુ 20 મું વર્ષ શરૂ
, બુધવાર, 7 ઑક્ટોબર 2020 (19:00 IST)
-મોદીએ આજના જ દિવસએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતમાં મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. પછી 12 વર્ષ 227 દિવસ સુધી સીએમ રહ્યા -પ્રધાનમંત્રી તરીકે મોદી 6 વર્ષ અને 131 દિવસનો કાર્યકાળ પુરો કરી ચુક્યા છે. આ પદ પર તેઓ સૌથી વધુ સમય રહેનારા બિન કોંગ્રેસી નેતા છે. 
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નવા પગથિયે ડગ ભરી રહ્યા છે. આ  ઇતિહાસ છે ભારતીય રાજકારણનો. આ મુકાબ છે  બે દાયકા સુધી સર્વોચ્ચ સત્તાનો હોદ્દો ધરાવવાનો.  આ તે જ દિવસ છે જ્યારે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ પ્રથમ વખત કોઈ સરકારી પદ સંભાળ્યું હતું,  7 ઓક્ટોબર 2001, આજથી 19 વર્ષ પહેલા, મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી તેઓ સતત કોઈને કોઈ ચૂંટાયેલી સરકારના વડા છે. પહેલા ગુજરાતના અને પછી દેશમાં એ જ સરકાર છે. 
 
મોદી 4 વખત ગુજરાતના સીએમ રહ્યા 
 
મોદી ચાર વખત ગુજરાતના સીએમ હતા. કેશુભાઇ પટેલને બદલીને 7 ઓક્ટોબર, 2001 ના રોજ પ્રથમ વખત તેમણે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું. તેઓ 22 ડિસેમ્બર 2002 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. આ પછી, 22 મે 2014 સુધી, તેઓ 227 દિવસ સતત 12 વર્ષ રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા. ગુજરાતમાં કોઈ એક મુખ્યમંત્રીનો આ સૌથી લાંબો કાર્યકાળ છે. તેમના પહેલાં આ રેકોર્ડ કોંગ્રેસના માધવસિંહ સોલંકીના નામે હતો, તેઓ લગભગ 6 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા.
 
15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર મોદીએ 7મી વખત ધ્વજ લહેરાવીને અટલજીનો રેકોર્ડ તોડ્યો હતો.
 
- 26 મે 2014 ના રોજ, નરેન્દ્ર મોદીએ દેશના 14 મા વડા પ્રધાન તરીકે શપથ લીધા. તે પછી 30 મે 2019 ના રોજ બીજી વખત વડા પ્રધાન બન્યા. અત્યાર સુધીમાં તેમણે કુલ 6 વર્ષ 131 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.
- તે સૌથી વધુ દિવસ પ્રધાનમંત્રી પર પર રહેનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે. તેમના પહેલાં આ રેકોર્ડ અટલ બિહારી વાજપેયીના નામે હતો. તેઓ ત્રણ વખત દેશના વડા પ્રધાન હતા. આ સમયગાળા દરમિયાન, કુલ 6 વર્ષ  બે મહિના અને 19 દિવસ આ પદ પર રહ્યા.
- તાજેતરમાં, 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર, મોદીએ 7 મી વખત ધ્વજ ફરકાવ્યો અને અટલજીને પાછળ છોડી દીધા. અટલ જીએ 6 વખત લાલ કિલ્લાનો ધ્વજ ફરકાવ્યો હતો
 
હવે મોદી આગળ ત્રણ નામ; સૌથે વધુ દિવસ સુધી પીએમ રહેવાનો રેકોર્ડ નહેરુ પાસે 
 
- વડા પ્રધાન તરીકે મોદીથી લાંબો કાર્યકાળ હવે માત્ર ત્રણ જ લોકોના નામ પર છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંઘ. ત્રણેય કોંગ્રેસના હતા. સૌથી લાંબો સમય સુધી સેવા આપવાનો રેકોર્ડ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નામ પર છે. નહેરુએ  16 વર્ષ, 9 મહિના અને 12 દિવસ સુધી વડા પ્રધાન રહ્યા હતા.
- બીજા નંબર પર તેમની પુત્રી ઈંદિરા ગાંધી છે. ઈંદિરા બે ભાગ માં કુલ 15 વર્ષ 11 મહિના 17 દિવસ પ્રધાનમંત્રી રહી. ત્રીજા નંબર પર મનમોહન સિંહ છે. મનમોહન સતત 10 વર્ષ 4 દિવસ સુધી પ્રધાનમંત્રીના પદ પર રહ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉડતા ગુજરાત: ડ્રગ્સના સેવનમાં ગુજરાત નંબર 1, માત્ર 1 વર્ષમાં નોંધાયા આટલા કેસ