Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ સીટ છે રાજકારણને લકી સીટ, નરેન્દ્ર મોદી પણ પ્રથમવાર રાજકોટથી લડ્યા હતા ચૂંટણી

Modi Birthday Special
, શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:52 IST)
17 સપ્ટેમ્બર, 1950 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો અને આજે 17 સપ્ટેમ્બર 2021 છે. આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 71 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકોટ સાથે યાદો તાજી થઈ છે. આજે પીએમ મોદીના જન્મદિવસ પર જુદા-જુદા કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનમાં રાજકોટ અનોખું સ્થાન ધરાવે છે અને તેઓ દર વખતે રાજકોટની જનતાનો આભાર માને છે. કારણ કે તેઓ પોતાની જીવનની પ્રથમ ધરાસભા રાજકોટથી લડ્યા હતા અને જંગી જીત બાદ તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
 
રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇ પણ ઉમેદવાર ઉભો રહે એટલે કેસરીયો લહેરાય તે નક્કી જ હોય છે. નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટની આ બેઠક પર લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને હાલ પ્રધાનમંત્રી છે. રાજકોટની આ સીટ લકી ગણવામાં આવે છે..
 
જાણો પીએમ મોદી કોણે ખાલી કરી હતી આ સીટ
આ બેઠક પર વજુભાઇ વાળા સતત જીતતા આવ્યા હતા. આ બેઠક પરથી લડવા ભાજપના મોટાગજાના નેતા આજે પણ તલપાપડ હોય છે. કારણ કે, આ બેઠક લકી માનવામાં આવે છે. અહીંથી જે ઉમેદવાર ઉભો રહે તો સીએમ સુધી પહોંચી શકે તેવી માન્યતાઓ છે અને એ સાચી પણ પડે છે. 2002ની સાલમાં મોદીનો જાદુ ગુજરાત પર છવાયો હતો. જેમાં મોદી મેજીક છવાયો હતો. સવાલ એ હતો કે તે મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર હતા. પરંતુ એક પણ વખત ધારાસભા લડ્યા નહોતા, મોદીને પણ ગુજરાતભરમાં રાજકોટની 2 નંબરની બેઠક જ સલામત લાગી હતી અને અહીંથી ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા અને સીધા મુખ્યમંત્રી બની ગયા હતા.
 
14 હજારથી વધુ મતે થયો હતો વિજય
નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના પ્રચારક રહ્યા હતા. 1990ના દાયકામાં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી હતા. ઓક્ટોબર 2001માં તેમને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે વખતે તેઓ વિધાનસભાના સભ્ય ન હતા. મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાવુ અનિવાર્ય હતું. તે વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી આવી હતી. જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી. ફેબ્રુઆરી 2002માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ઘણાને ચૂંટણી જીતાડવાનો તેમને અનુભવ હતો. પરંતુ જિંદગીની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાં લડ્યા અને 14 હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા.
 
2002થી 2014 ગુજરાત વિકાસની શરૂઆત
રાજકોટ પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી અમદાવાદની મણિનગર સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. નરેન્દ્ર મોદીનું સ્પષ્ટ માનવું હતું પાર્ટી કહેશે ત્યાંથી તેઓ ચૂંટણી લડશે. તેઓ ગુજરાતમાં જ્યાં સુધી મુખ્યમંત્રી પદે ત્યાં સુધીમાં તેમણે રાજ્યને વિકાસ મોડલ બનાવી દીધું તેમના 12 વર્ષના કાર્યકાળમાં અનેક વિકાસો કાર્યો પાર પાડવામાં આવ્યા છે. જેમ કે નર્મદા ડેમ અને સૌની યોજના,  જ્યોતિ ગ્રામ યોજના, ગરીબ કલ્યાણ યોજના, સુજલામ્ સુફલામ્ યોજના, વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતનું નામ વિશ્વ ફલક પર ગુંજવા લાગ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ