Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Loksabha 2024 - MLA ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ, ભાજપમાં પરત ફરશે

MLA Dharmendra Singh Vaghela resigns
અમદાવાદ્ , ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (16:05 IST)
MLA Dharmendra Singh Vaghela resigns
નિર્દલીય ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની સદસ્ય પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને કહ્યુ કે તે પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)માં પરત ફરશે. 
 
વાઘેલા 2022જમા ગુજરાત વિધાનસભ ચૂંટણી જીતનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોમાંથી એક છે. 

 
ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં હતા પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેમણે બળવો કર્યો અને અપક્ષ તરીકે ચૂંટણી લડી. તેમણે ભાજપના અશ્વિન પટેલને 14 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
 
વાઘેલાએ ગુરુવારે સવારે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને તેને સ્વીકારી લેવામાં આવ્યું છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
 
તેમણે આ પગલુ લોકસભા ચૂંટણી પહેલા ઉઠાવ્યુ છે જે એપ્રિલમાં થઈ શકે છે. 
 
રાજીનામું આપ્યા પછી પત્રકારો સાથે વાત કરતા વાઘેલાએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે અને શાસક પક્ષે તેમને ફરીથી કોઈ પદ કે ટિકિટ આપવાનું વચન આપ્યું નથી.
 
"મેં મારા મતવિસ્તારના લોકો સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે," તેમણે દાવો કર્યો. મેં રાજીનામું આપ્યું છે કારણ કે હું દેશમાં રામ રાજ્યની સ્થાપનાના પ્રયાસમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહના હાથને મજબૂત કરવા માંગુ છું.
 
વાઘેલા બે મહિનામાં રાજ્ય વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામુ આપનારા ત્રીજા ધારાસભ્ય છે. 
 
આ પહેલા ડિસેમ્બરમાં, આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી અને તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

Edited by - kalyani deshmukh 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

26 મી જાન્યુઆરી : ભારતીય બંધારણે તમને કયા-કયા અધિકારો આપ્યા?