Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં પદમાવત ફિલ્મનો વિરોધ, અમદાવાદમાં આરએએફની ફ્લેગ માર્ચ

ગુજરાતમાં પદમાવત ફિલ્મનો વિરોધ, અમદાવાદમાં આરએએફની ફ્લેગ માર્ચ
, બુધવાર, 24 જાન્યુઆરી 2018 (23:57 IST)
પદ્માવત ફિલ્મની રિલીઝના વિરોધમાં રાજપૂત સમાજે ઈસ્કોનથી યોજેલી કેન્ડલ માર્ચમાંથી તોફાન, આગચંપી અને તોડફોડની ઘટના બની હતી. કેન્ડલ માર્ચમાં જ કેટલાક બુકાનીધારીઓ તલવાર અને લાકડીઓ લઈને જોડાયા હતા. લગભગ બે હજાર લોકોનું ટોળું ગુલમહોર, એક્રોપોલીસ, હિમાલયા મોલ અને આલ્ફા વન મોલ પહોંચ્યું. સૌથી વધુ તોડફોડ અને આગચંપી હિમાલયામાં મોલમાં થઈ.
webdunia

અહીં 50થી વધુ વાહનોને આગચંપી અને મોલમાં આવેલી દુકાનોમાં તોડફોડ થઈ હતી.ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને પદ્માવત લઈને ફિલ્મ માટે થઈને આરએએફની ટીમે ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદમાં ફ્લેગમાર્ચ કરવું પડ્યું હતું તંત્ર દ્વારા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે RAF જવાનોને ટૂકડીઓ ખડકી દેવામાં આવી છે. જોકે, ગુજરાતમાં અનેક જગ્યાએ પદ્માવતનો વિરોધ યથાવત્ રહ્યો છે. ઠેરઠેર વાહનો રોકીને ટાયરો સળગાવી ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે. તો ક્યાંક રેતીના ઢગલાઓ કરીને પણ રસ્તા બંધ કરવામાં આવ્યો છે. વિરોધના કારણે ગુજરાતની નિર્દોષ જનતા હેરાન-પરેશાન થઇ રહી છે. તો ચાલો જોઇએ ગુજરાતમાં પદ્માવતનો ક્યાં અને કેવી રીતે વિરોધ થઇ રહ્યો છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં પદમાવત ફિલ્મ મુદ્દે રાજપૂત મહિલાઓ વિફરી, વેલણ મુકી તલવાર ખેંચતા વાર નહીં લાગે