Rajkot Fire: ગુજરાતના રાજકોટ જિલ્લાના કાલાવડમાં આગચંપીનો મોટો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સયાજી હોટલ પાછળ TRP મોલના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્યારે આગ લાગી ત્યારે ત્યાં ઘણા બાળકો અને લોકો હાજર હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
પાપ્ત વિગતો મુજબ 6 બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા છે. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. ગેમઝોનમાં વિકરાળ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
મૃત્યુઆંક વધવાની શક્યતા
TRP મોલમાં લાગેલી આગમાં બેના મોત થયા છે. આંકડો હજી વધી શકે, આગ આખી ઓલવાય ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
પોલીસની ટીમ હાલ ઘટનાસ્થળે
પોલીસની ટીમ હાલ ઘટનાસ્થળે છે અને તપાસ કરી રહી છે કે અંદર અન્ય કોઈ ફસાયું છે કે નહી.
<
VIDEO | Firefighters douse a fire that broke out at Game Zone in Rajkot, Gujarat. More details awaited.
— Press Trust of India (@PTI_News) May 25, 2024
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
09:32 PM, 25th May
rajkot fire
- મૃતકોમાં 9થી વધુ બાળકો જેમની ઉંમર 18થી ઓછી,
- સરકારે મૃતકોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી,
-4 સંચાલકોની અટકાયત
માહિતી માટે સંપર્ક કરો
આજરોજ ગેમઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે સિવિલ હોસ્પિટલ આવતા લોકોને કોઈ પણ માહિતીની જરૂર હોઈ તો નીચે મુજબ પોલીસ અધિકારીઓને સંપર્ક કરવા વિનંતી છે.
કોન્ટેક્ટ નંબર
+917698983267 (ઝણકટ, પીઆઈ)
+919978913796 (વીજી પટેલ, એસીપી)
08:43 PM, 25th May
રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. આ આગમાં 24ના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.
- રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ
- એક કલાકમાં 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
- રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં લાગી વિકરાળ આગ,
- ગેમઝોનના ચાર માલિક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું
યુવરાજસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
પ્રકાશ જૈન
રાહુલ રાઠોડ
- પાપ્ત વિગતો મુજબ 22થી વધુ બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. તો વિકરાળ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 22 લોકોના મોત થયા છે.
- જ્યા આગ લાગી છે એ યુવરાજસિંહ જાડેજા નામના વ્યક્તિની જગ્યા હોવાની ચર્ચા છે. ગેમ ઝોનનાં માલિક અંગે હજુ કોઈ જાણકારી નથી.
- ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે
આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં
રાજપોટ TRP મોલમાં પોણા 6 વાગ્યે લાગેલી આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. અત્યાર સુધીમાં છના મોત થયા છે. મૃતહેદો સંપૂર્ણપણે દાઝી ગયા હોવાથી હાલ તેમની ઓળખ થઈ રહી નથી. તમામનું DNA ટેસ્ટ બાદ ઓળખાણ થશે.
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટમાં જાણકારી આપી છે કે રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.