શનિવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી. આ આંચકા રાત્રે 9.34 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશમાં નીકળ્યું છે. જોકે સદનસીબે હજી સુધી કોઈ જાનમાલના નુકસાનની જાણ થઈ નથી.
દિલ્હી-એનસીઆર ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ આંચકો સવારે 8:36 વાગ્યે આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર ગુલમર્ગથી 184 કિમી દૂર 129 કિમીની ઊંડાઈએ હતું. 5.8ની તીવ્રતાના ધરતીકંપ આવ્યાં બાદ લગભગ 15 સેકન્ડ સુધી ધરતી ધ્રુજતી રહી હતી.