ગુજરાતીમાં એક કહેવત છે કે લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે, અત્યાર સુધીમાં નકલી પોલીસના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હતાં. હવે જૂનાગઢમાં નવો જ કિસ્સો માધ્યમોમાં ચર્ચાઈ રહ્યો છે. જૂનાગઢમાં તો એક ઠગે હદ જ વટાવ દીધી હતી. અહીંના એક યુવાને નોકરીની લાલચમાં સાત રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
પાલનપુરના એક ઠગે પોતાની ઓળખાણ જજ તરીકે આપીને કોર્ટમાં નોકરી અપાવવાની લાલચે આ યુવાન પાસેથી રૂપિયા સાત લાખ પડાવી લીધા હતા. જૂનાગઢમાં દરજી કામ કરનાર સમીર નાગોરીને એક 'ગઠીયા જજ'નો ભેટો થઈ ગયો હતો. આ નકલી જજે સમીરના ભાઈને પોતે બેલીફની નોકરી અપાવી દેશે તેવી લાલચ આપી રૂપિયા સાત લાખ પડાવી લીધા હતા. મૂળ પાલનપુરના અમન ચૌહાણે સાત લાખ રૂપિયા લઇ લીધા બાદ જજની બેંચ બદલાયા પછી નોકરી મળશે તેમ જણાવ્યું હતું. આ બાબતે સમીરને શંકા જતા તેણે ગઠીયાનું કાર્ડ માંગતા તેની પાસે કોઈ આઈકાર્ડ મળી આવ્યું ન હતું. આ અંગે સમીરે એ ડિવિઝિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ હતી. પોલીસે આ કેસમાં છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. "મને નકલી જજ પાનની દુકાને મળ્યો હતો. પોતે જજની ઓળખ આપીને મારા ભાઈને બેલીફની નોકરી અપાવી દઈશ તેમ કહીને તેણે સાત લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. મેં પિતાને કહીને અમનને સાત લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં શંકા જતા અમદાવાદ ગયો હતો જ્યાં આ નકલી જજની કોઈ ઓફિસ ન હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં હું સમીરને જૂનાગઢ લાવ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો." - સમીર નાગોરી આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, 'અમન પોતાની ગાડી પર જજની નંબર પ્લેટ લગાવી જૂનાગઢ આવતો હતો. બાદમાં તેણે ફરિયાદી સમીર પાસેથી નોકરીની લાલચ આપી રૂપિયા સાત લાખ પડાવી લીધા હતા. સમીરને શંકા જતા તેણે પોલીસને જાણ કરી અમનને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે અમનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.