Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાઈકોર્ટ જજની સામે ટૉયલેટ સીટ પર બેસીને રજુ થયો આરોપી, વીડિયો વાયરલ

high court hearing
, શુક્રવાર, 27 જૂન 2025 (18:47 IST)
high court hearing
ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વર્ચુઅલ હિયરિંગ દરમિયાન એક આરોપી ટૉયલેટ સીટ પર બેસીને જજ સામે રજુ થવાથી હડકંપ મચી ગયો. આ હિયરિંગનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન બીજો પક્ષ પણ વર્ચુઅલ હિયરિંગ સાથે જોડાયેલો હતો. આ મામલો 20 જૂનનો બતવાય રહ્યો છે. 
 
ગુજરાત હાઈકોર્ટે જજ સામે વર્ચુઅલ હિયરિંગ દરમિયાન એક યુવક ટૉયલેટ સીટ પર બેસીને રજુ થયો છે. 
 
જાણો શુ છે આખો મામલો ?
મળતી માહિતી મુજબ ગુજરાત હાઈ કોર્ટના જજ નિરજર એસ દેસાઈ એક મામલે વર્ચુઅલ હિયરિંગ કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન સરમદ બૈટરી નામથી એક વ્યક્તિને તેમા જોડાય છે. યુવકના કાનમાં બ્લુટુથ ઈયરફોન લગાવવામાં આવ્યો છે અને મોબાઈલને થોડે દૂર મુકવામાં આવ્યો છે. તેની પાછળ ફ્લશ બોક્સ દેખાય રહ્યો છે. જેનાથી જાણ થઈ રહી છે કે યુવક ટૉયલેટ સીટ પર બેસેલો હોય છે. 
 
એફઆઈઆર રદ્દ કરાવવા માટે દાયર કરી હતી અરજી 
જાણવા મળ્યું છે કે ટોયલેટ સીટ પર બેઠેલા એક યુવકે FIR રદ કરાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. યુવક 20 જૂને FIR રદ કરાવવા માટે સુનાવણીમાં હાજર રહ્યો હતો. તે પ્રતિવાદી એટલે કે આરોપી તરીકે હાજર થયો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ FIR રદ કરવામાં આવી હતી.
 
આવો કિસ્સો અગાઉ પણ સામે આવ્યો હતો
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં આ પહેલો બનાવ નથી. અગાઉ હાઈકોર્ટના જજના વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન એક યુવક ટોયલેટ સીટ પર બેસીને સુનાવણીમાં હાજર રહ્યો હતો. આ પછી, ન્યાયાધીશે કાર્યવાહી કરી અને યુવક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. ઉપરાંત, આરોપીને 2 અઠવાડિયા માટે હાઈકોર્ટના બગીચાને સાફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
 
વકીલ સિગારેટ પીતા જોવા મળ્યા
 
સાથે જ  વર્ષ 2020 માં હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન, એક વકીલ સિગારેટ પીતા જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક દેશ એવો... જ્યાના લોકો ખાતા હતા કૂતરા.. હવે સરકારે કૂતરાના માંસના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ તો મચી ગયો હાહાકાર