Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માલધારી યુવકની ધોળેદહાડે હત્યા, સજ્જડ બંધના એલાનના પગલે પોલીસ કાફલો ગોઠવાયો

માલધારી યુવકની ધોળેદહાડે હત્યા, સજ્જડ બંધના એલાનના પગલે પોલીસ કાફલો ગોઠવાયો
, ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (11:33 IST)
ગુજરાતમાં ફરી એકવાર યુપીવાળી જોવા મળી છે. ગુજરાતમાં હવે ધીમે ધીમે ક્રાઇમ રેટ વધતો જતો જોવા મળી રહ્યો છે. હત્યા અને ગુનાખોરીના કેસ વધી રહ્યા છે. ત્યારે ધંધુકામાં માલધારી યુવક કિશન બોળીયાની સરાજાહેર ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને હત્યા કરી ફરાર થઈ ગયા. મૃતદેહને ધંધુકાની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
હત્યાના પગલે ત્યારે આજે વહેલી સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને લઈને જિલ્લાનું પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું. અને ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં.
 
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ મૃતકે અન્ય ધર્મ વિરુદ્ધ અભદ્ર પોસ્ટ સોશિયલ મીડીયામાં મુકી હતી અને તે બાબતે રોષ જોવા મળ્યો હતો. મૃતક પર ફરીયાદ પણ દાખલ કરાઈ હતી. કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો  ત્યારે આ પોસ્ટનું મન દુઃખ રાખી હત્યા કરવામાં આવી હોય તેવી લોકોમાં ચર્ચા છે. ધંધુકા પોલીસે આ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાનમાં દરિંદગી- 9માની વિદ્યાર્થીના શાળાના જ બે વિદ્યાર્થીઓ કર્યુ સામૂહિક દુષ્કર્મ, બેહોશીની હાલતમાં ઘરની સામે છોડયું