Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

એક જ પરિવારની ચાર પુત્રીઓના દમણના દરિયામાં ડૂબી જવાથી મોત

એક જ પરિવારની ચાર પુત્રીઓના દમણના દરિયામાં ડૂબી જવાથી મોત
, ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (19:42 IST)
દમણના દરિયામાં ઉત્તરપ્રદેશના લખનઉથી ફરવા આવેલા પરિવાર સાથે એક કરૂણ બનાવ બન્યો. લખનૌથી ફરવા માટે આવેલા પરિવારની પાંચ યુવતીઓ દરિયામાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતા ચારનાં મોત નિપજ્યા છે. તો એક યુવતીનો બચાવ થયો છે . દમણના બારીયા વાડ પાસે જમપોર બીચ પર 5  સગીરા દરિયામાં ન્હાવા પડી હતી. જેમાં દરિયો ઉફાન પર હોવાથી 4ને પોતાની સાથે તાણી ગયો હતો.1 કિશોરીનો આબાદ બચાવ થયો હતો.
 
હાલ દરિયા કાંઠે લોકોના ટોળે  ટોળાં પહોંચી ગયા હતા. 5માંથી 1 સગીરાને બચાવી લેવામાં આવી છે. જ્યારે અન્ય 4ના મૃતદેહો સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે.  હાલ તો મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 
હાલ તો આ ગોઝારી ઘટનાને પગલે ઉત્તરપ્રદેશના લખનઉ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સ્થાનિક પ્રસાસનની ટીમ તેમજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી માહિતી એકત્રિત કરી રહી છે. 
 
ઉત્તર પ્રદેશના લખનૌથી આવેલો પરિવાર તેમના વાપી અને દમણમાં રહેતા સગા સંબંધીઓ સાથે ગુરૂવારનાં રોજ દમણના મોટી દમણ જામપોર દરિયા કિનારે ફરવા અર્થે આવ્યો હતો. જ્યાં પરિવારની 5 જેટલી છોકરીઓ દરિયામાં ન્હાવાની મઝા માણવા અર્થે દરિયામાં ગઈ હતી. જ્યાં અચનાક મજાક મસ્તી કરતાં કરતાં યુવતીઓ ઊંડા પાણી તરફ જતાં તરતા ન આવડતા ડૂબવા લાગી હતી. દરિયા કિનારે કોઈપણ મદદે ન આવતા આખરે પરિવારનાં એક મોભીએ પોતાના જીવને જોખમમાં મુકી છોકરીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં એક છોકરીને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે લાંબા સમય સુધી કોઈ મદદને ન આવતા આખરે 4 છોકરીઓનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા.

દમણના દરિયામાં ખાસ કરીને દેવકા અને જેટી વિસ્તારમાં ડૂબી જવાથી મોતની ઘટના છાસવારે બનતી હોય છે. જોકે, જમ્પોર બીચના દરિયામાં ડૂબી જવાના બનાવે સ્થાનિક રહીશોને પણ વિચારમાં મુકી દીધા છે. જમ્પોરનો દરિયા કિનારો એકદમ સમતળ હોવાથી અહીં આ પ્રકારની ઘટના જવલ્લે જ બનતી હોય છે.
 
જોકે, ચાર બાળકીના મોતની ઘટના બાદ પ્રશાસને બોધપાઠ લઇને દરિયા કિનારે પર્યટકોની સુરક્ષા વધારવા માટે લાઇફ સેવિગ્સ બોટ, વોચ ટાવર અને અન્ય સુવિધા ઊભી થાય એવી માગ ઉઠી છે. ગુરૂવારે બપોર પછી બનેલી ઘટના બાદ દમણના કલેકટર ડો. તપસ્યા રાઘવ, ડીઆઇજીપી અને એસપીનો કાફલો સરકારી હોસ્પિટલ પહોંચી ગયો હતો.
 
મુંબઇના પર્યટકોને બંધક બનાવી લૂંટી લેવાયા હતા
જમ્પોર બીચ ઉપર ગત શુક્રવારે જ મુંબઇથી ફરવા આવેલા ત્રણ મિત્રોને ચાકુની અણીએ બંધક બનાવીને લૂંટી લેવાયા હતા. આ ઉપરાંત પર્યટકો સાથે મારામારી અને અન્ય નાની મોટી ઘટનાઓ પણ બનતી રહેતી હોય છે. આ સંજોગમાં દમણમાં આવતા સહેલાણીની સુરક્ષા માટે પોલીસ બદોબસ્ત સાથે પ્રશાસન દ્વારા નવો એકશન પ્લાન બનાવવામાં આવે એ અતિ આવશ્યક છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં - જમીન પચાવી પાડવાની નોંધાઈ ફરિયાદ