Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

LRD, PSI, બિન સચિવાલય, GPSCમાં કુલ 16 હજાર જેટલી જગ્યાઓ માટે 24 લાખ ઉમેદવારો મેદાનમાં

LRD, PSI, બિન સચિવાલય, GPSCમાં કુલ 16 હજાર જેટલી જગ્યાઓ માટે 24 લાખ ઉમેદવારો મેદાનમાં
, બુધવાર, 24 નવેમ્બર 2021 (08:42 IST)
ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ સરકારી ભરતીની સીઝન આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. PSI, LRD અને બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. આ તમામ ભરતીમાં કુલ મળીને 15,944 જેટલી જગ્યાઓ છે. જે માટે અંદાજે 24 લાખ જેટલા ઉમેદવારો આગામી 5 મહિનામાં પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા આકરી મહેનત કરી રહ્યા છે. અગાઉ કોરોનાની મહામારીના કારણે રાજ્યમાં 2020માં ભરતી સંબંધિત પ્રક્રિયાઓ થઈ નહોતી. એવામાં દોઢ વર્ષથી સરકારી નોકરીની તૈયારી કરવા અન્ય જિલ્લામાંથી શહેરોમાં આવનારા ઉમેદવારો નિરાશ થઈને પોત પોતાના વતન પરત ફર્યા હતા. જોકે ફરી એકવાર સરકારી ભરતીની જાહેરાત થતા તેમણે નવા ઉત્સાહ સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. આમ LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવારો દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે.PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની 202 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (પુરૂષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફીસર (પુરૂષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) 659, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નના લહેંગા અને ફુલ મેક-અપમાં પરીક્ષા આપવા પહોંચી યુવતી, વીડિયો થયો વાયરલ