નદીમાં બોટ પલટી ગયા બાદ 10 થી 11 લોકો ડૂબી ગયા હોવાના અહેવાલ છે. જો કે, મૃતકોની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે કારણ કે
મિર્ઝાપુર ગામમાં શોકનો માહોલબુધવારે સવારે એક બોટ ઘાઘરા નદીમાં પલટી ગઈઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં બુધવારે મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘાઘરા નદીમાં એક બોટ પલટી જવાના સમાચાર મળ્યા છે. બોટ પર સવાર 10 લોકો વહી ગયા છે. સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.
ઘટનાની માહિતી મળતા જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળ તરફ રવાના થયા છે. સ્થળ પર એક સ્ટીમર પહોંચી ચૂકી છે. બચાવ કાર્ય ચાલુ છે. ગ્રામ પંચાયત મિરઝાપુર ગામમાં 8 થી 10 લોકો બોટ લઈ સવારે નદી પાર કરતા ખેતર જોવા જઈ રહ્યા છે. ત્યારે ગામજનોનું કહેવું છે કે નદીમાં વહી આવેલી લાકડીઓ ઉઠાવવા માટે ગામમાં 10 લોકો બોટ પર સવાર થઈ ગયા હતા જે અચાનક બોટ પલટી જતા ઘટના બની હતી.આ લોકો હતા બોટ પર સવાર
બોટ પર સવાર લોકોમાં સુંદર પુત્ર ગયા પ્રસાદ, ત્રિમોહન પુત્ર સુંદર, અશોક કુમાર પુત્ર ગયા પ્રસાદ, ઢોડે પુત્ર નનકુ, દીપૂ પુત્ર નનકઉ, સુરેન્દ્ર કુમાર પુત્ર નનકઉ, કુપા દયાલ પુત્ર મોહન, મુરારી પુત્ર મૌજીલાલ, રાજુ પુત્ર શૈલાફી ગણાવવામાં આવે છે. સ્થળ પર એસડીએમ ઘૌરહરા રેનૂ, થાના અધ્યક્ષ રાજ કરણ શર્મા, તલાટી સંતોષ કુમાર શુક્લા રેસ્ક્યૂ દળના સાથે હાજર છે.