Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશેઃ DGP શિવાનંદ ઝા

લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશેઃ  DGP શિવાનંદ ઝા
, બુધવાર, 8 એપ્રિલ 2020 (10:39 IST)
રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. આજે વધુ 19 કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ 165 દર્દી થયા છે. જેમાંથી 12ના મોત થઈ ગયા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ સંદર્ભે મીડિયાને જણાવ્યું કે, લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. તેમજ કોઈપણ ધાર્મિક મેળાવડો યોજવા મંજૂરી નથી. લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ કડક પગલા લેતા અચકાશે નહીં.જ્યાં જ્યાં કોરોનાના કેસ વધ્યા છે ત્યાં ત્યાં પોલીસ પહેરો વધાર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવવા પગલાં લેવા જરૂરી છે. દિલ્હી મરકઝમાં ગયેલા વધુ એકની ઓળખ કરવામાં આવી છે. લોકડાઉનના પાલન માટે NCC અને NSSના કેડેટની મદદ લેવાશે. અન્ય શહેરમાંથી કોઈ વ્યક્તિ આવે તો લોકો તેની જાણકારી આપે. અશ્વિની કુમારે આજે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે જણાવ્યું છેકે, કોવિડ 19માં કામગીરી સંભાળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોનાના ચેપના કારણે મૃત્યુ થાય તો તે કર્મચારીના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના લોકડાઉન: રેલ્વેએ મોટો નિર્ણય લીધો, હવે વરિષ્ઠ નાગરિકોને મુસાફરીમાં કોઈ રાહત નહીં મળે, કારણ જાણો