ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખનું એલાન થઈ રહ્યુ છે. . ચૂંટણી કમિશ્નર સંજયપ્રસાદની પીસી મનપા અને પંચાયતની ચૂંટણીનું એલાન કરશે. 31 જિલ્લા પંચાયત અને 6 મનપાની ચૂંટનીનુ એલાન આજે થવાની શક્યતા છે. તાલુકા પંચાયત અને 80 નગર પંચાયતની પણ આજે જાહેરાત થઈ શકે છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
- સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો થઈ જાહેર