મહામારીએ સ્વાસ્થ્ય અને કુળતા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. શુક્રવાર 25 જૂન 2021ને મુંબઈના અંધેરી (પશ્ચિમ)માં આયોજિત એક કાર્યક્રમમાં એમ્બ્રેસલાઇફની સંસ્થાપક છે અને આ સંસ્થાઓ અંતર્ગત તેઓ હૉલિસ્ટિક હેલ્થ કન્સલ્ટન્સી તથા વેલનેસ કૉચિંગ આપનાર ડૉક્ટર ભાવના ગૌતમે એના સ્વાસ્થ્ય આકાંક્ષી (તેઓ એને રોગી નથી કહેતા) શ્રોતાઓને સંબોધિત કરતા કહ્યું હતું. શારીરિક અને માનસિક કુશળતાનો આધાર મસ્તિષ્ક-દેહ-સમીકરણને માને છે, અને પારંપારિક લક્ષણ-રોગ- ઉપચારની રીતને માનવીય ક્ષેમકુશળતા માટે અપૂરતું હોવાનું માને છે.
એમ્બ્રેસલાઇફ ડૉ. ભાવના માટે એક યાત્રા છે, નહીં કે રાતોરાત આવેલો કોઈ વિચાર. એક યાત્રા જેને નક્કી કરતા, પહેલા એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે અને પછી એક ડૉક્ટરની ભૂમિકામાં, તેમણે પારંપારિક ઉપચાર અને એના પ્રભાવની સીમાને સમજવી. જ્યાં હંમેશા બીમારીના ઇલાજ પર ભાર મુકવામાં આવ્યો કે ન તો નિવારણ પર, લક્ષણ જોઈ બીમારીને ટુકડાઓમાં સાજા કરવા પર ધ્યાન રહ્યું ન કે મનુષ્યની પૂર્ણતાને મહત્ત્વ આપતા, અને માત્ર શારીરિક આયામ અને રોગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો જ્યારે અતિમહત્ત્વપૂર્ણ ભાવનાત્મક, બૌદ્ધિક, તથા આધ્યાત્મિક બાબતોને ગૌણ મનાયું છે. તેઓ કહે છે, ટિસ (તાતા ઇન્સ્ટીટ્યુટ ઑફ સોશિયલ સાયન્સીસ)થી હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર્સ દરમિયાન મને માનવીય સ્વાસ્થ્યની બૃહદ તસવીરો જોવા મળી અને મનુષ્યના આંતર્મન અને એના બાહરી વાતાવરણની એના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક કુશળતા માટેની મહત્તા જાણવા મળી.
ડૉક્ટરે વધુમાં જણાવ્યુ કે, ત્યાર બાદ મારૂં સ્વાસ્થ્ય વિમા ક્ષેત્રનો કે પછી હોસ્પિટલ મેનેજમેન્ટનો અનુભવ હોય, હું હંમેશા વ્યક્તિની સંપૂર્ણ કુશળતા અંગે વિચારતી હોઉં છું. વધુમાં રોગ કે વિકાર આજે દીર્ઘકાલીન જીવનશૈલી રોગની શ્રેણીમાં આવે છે. પરંતુ તમામ રોગોના ઉપચાર આજે પણ જીવનશૈલીમાં ગુણાત્મક બદલાવને નજગઅંદાજ કરીને કરવામાં આવે છે. બીમારીને તો આજે બધા સમજે છે, એ વ્યક્તિ પણ જે આ પડકારનો સામનો કરી રહ્યા છે. આમ છતાં, આપણે એ કદી નથી સમજી શકતા કે ક્યા તત્ત્વ છે જે આપણી ક્ષેમકુશતા માટે આપણી પસંદગી, અમારા વિકલ્પ અને આપણા દૃષ્ટિકોણ નિર્ધારિત કરે છે. એક વ્યક્તિ શું મહેસૂસ કરે છે, શું વિચારે છે, અને આપણી સાથે, કે અન્યો સાથે કેવી રીતતે જોડાય છે કેકેવી વાતો કરે છે, આ બધી બાબતો તેમના સાજા થવામાં, અને ગુમાવેલું પાછું મેળવી જિંદગીના પ્રવાહમાં પાછા જોડાવામાં કારગત નીવડે છે. આ બધું