પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અડફેટે લેતાં હોસ્પિટલમાં ખસેડાયાં
, શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (12:49 IST)
પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અટફેટે લેતા તેમના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર નિવાસ સ્થાનથી પાટણના સાંસદ લીલાધર વાઘેલા સવારે વોકિંગ કરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં જતી ગાયે તેમને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી છે, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાંધીનગર ખાતે સેક્ટર-21માં તેમના ઘર બહાર જ તેમને એક ગાયે અડફેટે લીધા હતા. સાંસદ વાઘેલાને સારવાર માટે ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તબીબોના ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પાંસળીઓમાં ફેકચર હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલતા પાટણના સંસદ લીલાધર વાઘેલા તોફાની મૂડમાં છે. લીલાધર વાઘેલાએ વિધાનસભામા પણ પોતાના પુત્ર માટે ટીકીટની જીદ કરી હતી. લીલાધરભાઇ આ વલણથી ભાજપમાં ગરમાવો આવી ગયો છે. ગત મહિને તેમણે તેમની લાગણી જાહેર કરી દીધી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે, હું બનાસકાંઠામાંથી લોકસભા ચૂંટણી લડીશ.
આગળનો લેખ