Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મંત્રી કુંવરજીએ જસદણમાં જિમનું ઉદ્દઘાટન કરીને કસરતના દાવ કરતાં વિવાદ જાગ્યો

મંત્રી કુંવરજીએ જસદણમાં જિમનું ઉદ્દઘાટન કરીને કસરતના દાવ કરતાં વિવાદ જાગ્યો
, શુક્રવાર, 31 જુલાઈ 2020 (15:24 IST)
હાલ સમગ્ર રાજ્યમાં અનલોક 2માં સરકારે અમુક સેવાઓમાં છૂટછાટ આપી હતી. પરંતુ જિમ, જિમ્નેસ્ટિક અને રેસ્ટોરાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આગામી 1 ઓગસ્ટથી અનલોક 3માં રાજ્ય સરકારે તમામમાં છૂટ આપી દીધી છે. પરંતુ અનલોક 3 શરૂ થયા પહેલા દેશમાં જિમ જેવી સુવિધાઓ હાલ બંધ છે. આવતીકાલથી અનલોક 3ની શરૂઆત થવા જઈ રહી છે, તેમ છતાં કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ હોય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. દેશમાં જિમ બંધ છે, તેમ છતાં ગુજરાત જસદણના મંત્રી કુંવરજી બાવળિયાઓ એક જિમનું ઉદ્દઘાટન કર્યું હતું. એટલું જ નહીં, રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીયાએ જિમનું ઓપનિંગ કરીને કસરતો પણ કરી છે. આ ઘટના કેમેરામાં કેદ થયા પછી હાલ ચર્ચાનો વિષય બન્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, દેશના જિમ બંધ છે તેમ છતાં જસદણમાં રાજ્યમંત્રી કુંવરજી બાવાળીયાએ એક જિમનું ઉદ્ઘાટનવ કરીને વિવાદોમાં સપડાયા છે. તેમના આ કાર્યથી હાલ લોકોમાં ખાસ્સો જુસ્સો જોવા મળી રહ્યો છે. કાયદો માત્ર સામાન્ય માણસને લાગૂ પડતો હોય તેવું મંત્રીના વર્તન પરથી દેખાઈ રહ્યું છે. રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ સેવા સદનના જીમનું ઉદઘાટન કરીને કસરત પણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખાનગી સ્કૂલોની ફી મામલે હાઇકોર્ટના આદેશને સરકાર સુપ્રીમમાં નહીં પડકારે : શિક્ષણ મંત્રી